બાર હાથનું ચીભડું તેર હાથનું બી: હવે ખારવા સમાજે પણ સરકાર સામે બાંયો ચઢાવી કરી આ માંગ
Trending Photos
પોરબંદર : આજે ગુજરાત ખારવા સમાજના પ્રમુખો ઉપસ્થિતીમાં ગુજરાત સમસ્ત ખારવા સમાજની બેઠક મળી હતી. બેઠકમાં માછીમારોને લગતી લાઈન ફિશીગ તેમજ લાઈટ અને પેરા ફિશીંગને રોકવા સહિત બંદરની સમસ્યાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તો સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ખારવા સમાજને ટિકીટ મળે તેને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.
ગાંધી જન્મભૂમી પોરબંદર ખાતે ગુજરાત સમસ્ત ખારવા સમાજની બેઠક મળી હતી. દર વર્ષે મળતી આ વાર્ષિક બેઠકમાં કચ્છના માંડવીથી લઈને મુંબઈ સુધીના ખારવા સમાજના પ્રમુખો સહિતના પંચ પટેલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર ખાતે મળેલ આ બેઠકમાં હાલમાં દરિયાઈ પ્રદૂષણને કારણે દરિયામાં સતત ઘટતી માછલીઓની સંખ્યા તેમજ લાઈન ફિશીંગ અને લાઈટ અને પેરા ફિશીંગને રોકવા પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તો સાથે જ રાજ્યમાં બંદરોને લગતી સમસ્યાઓ છે તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં આ અંગે મુખ્યમંત્રી સહિતને રજુઆત કરવામાં આવશે તેવુ નક્કી થયુ હતુ. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂ્ંટણીમાં ટીકીટને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. સમાજના એક પણ વ્યકિતને ટીકીટ નહી મળતી હોવાથી આગામી સમયમાં ટિકીટ માટે પણ માંગ કરવામાં આવશે તેવુ ગુજરાત સમસ્ત ખારવા સમાજના ઉપપ્રમુખે જણાવ્યુ હતુ.
પોરબંદર ખાતે આયોજીત ગુજરાત સમસ્ત ખારવા સમાજની બેઠકમાં પોરબંદર ખારવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માછીમારોને લગતી સમસ્યાઓને લઈને વિગતે ચર્ચા વિચારણા કરી સમસ્યાઓને કહી રીતે હલ કરી શકાય તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને માછીમારને હાલમાં દરિયામાં વધતુ પ્રદૂષણ હોય કે સતત વધતા ડિઝલના ભાવ હોય આ તમામ સમસ્યાઓને કારણે માછીમારી ઉદ્યોગને હાલમાં મોટુ નુકસાન થઈ રહ્યુ છે ત્યારે આ મુદ્દે પણ આગેવાનોએ ચર્ચા કરી હતી.
પોરબંદર ખાતે મળેલી ગુજરાત સમસ્ત ખારવા સમાજની બેઠકમાં માછીમારોની સમસ્યાઓને લઈને થયેલી ચર્ચા અંગે આગામી સમયમાં ફરી વખત સરકારમાં રજુઆત કરાશે તેવુ નક્કી થયુ હતું. જો કે હાલમાં ગુજરાતનો માછીમાર ઉદ્યોગ દરિયાઈ પ્રદૂષણ, ડિઝલના ઉંચા ભાવ, લાઈન ફિશીંગ સહિતની અનેક સમસ્યાઓની ઝાળમાં ફસાયો છે. ત્યારે આ ઝાળમાંથી વહેલીતકે બહાર આવશે તો આ ઉદ્યોગને બચાવી શકાશે અન્યથા આ ઉદ્યોગ મોટો ફટકો પડશે તે વાત પણ નકારી શકાય તેમ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે