પરિવારમાં દીકરીનો જન્મ થતા પરિવાર ખુશખુશાલ હતો, પણ અચાનક કાળનું ચક્ર ફળ્યું અને..
ખત્રી નગરમાં રહેતા વિશાલ ભાલેરાવની દીકરીને તાવ આવતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. બાળકીને સારવાર મળે તે પહેલાં જ તબીબએ મૃતક જાહેર કર્યા હતા. બાળકીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. અચાનક તાવ, ઝાડા થયા બાદ બાળકીનું મોત નીપજતા પરિવાર શોક મગ્ન થઈ ગયા છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના ઉધનામાં દોઢ મહિનાની બાળકીનું તાવ આવ્યા બાદ મોત નિપજ્યું છે. ખત્રી નગરમાં રહેતા વિશાલ ભાલેરાવની દીકરીને તાવ આવતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. બાળકીને સારવાર મળે તે પહેલાં જ તબીબએ મૃતક જાહેર કર્યા હતા. બાળકીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. અચાનક તાવ, ઝાડા થયા બાદ બાળકીનું મોત નીપજતા પરિવાર શોક મગ્ન થઈ ગયા છે.
સુરતમાં રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના ઉધના તાવ આવ્યા બાદ દોઢ મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે. મૂળ જલગાંવનાં વતની વિશાલ ભાલેરાવ ઉધના ખત્રી નગરમાં રહેતી સવિતા નામની યુવતી સાથે લગ્ન થતાં હતા. તેમના પરિવારમાં દીકરીનો જન્મ થતા પરિવાર ખુશખુશાલ થઈ ગયું હતું.
આજ રોજ વહેલી સવારે બાળકીને અચાનક તાવ આવ્યા બાદ ઝાડા થતા દોઢ મહીનાની બાળકીને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. પરંતુ બાળકીને સારવાર મળે તે પહેલા જ તબીબે બાળકીને મૃતક જાહેર કરી હતી. ઘટનાની જાણ ઉધના પોલીસ થતા સ્થળે આવી પહોંચી હતી.પોલીસે બાળકીનાં મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોત નું સાચી કારણ બહાર આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે