રાજકોટ: જશ ખાટવાની લ્હાયમાં કોંગ્રેસી નેતાઓએ નિયમો નેવે મુક્યાં, બ્રિજનું લોકાર્પણ

આજી નદી પર હાઇ લેવલ બ્રિજ વિપક્ષનાં નેતા વશરામ સાગઢીયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મહાનગર પાલિકા દ્વારા ઓવરબ્રિજનું નિર્માણ થયાને એક વર્ષ કરતા પણ વધારે સમય થઇ ગયો હોવા છતા પણ ખુલ્લો મુકવામાં આવી રહ્યો નહોતો. જેના કારણે વિપક્ષની આગેવાનીમાં સ્થાનિકોની સગવડ માટે માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો.
રાજકોટ: જશ ખાટવાની લ્હાયમાં કોંગ્રેસી નેતાઓએ નિયમો નેવે મુક્યાં, બ્રિજનું લોકાર્પણ

રાજકોટ : આજી નદી પર હાઇ લેવલ બ્રિજ વિપક્ષનાં નેતા વશરામ સાગઢીયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મહાનગર પાલિકા દ્વારા ઓવરબ્રિજનું નિર્માણ થયાને એક વર્ષ કરતા પણ વધારે સમય થઇ ગયો હોવા છતા પણ ખુલ્લો મુકવામાં આવી રહ્યો નહોતો. જેના કારણે વિપક્ષની આગેવાનીમાં સ્થાનિકોની સગવડ માટે માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો.

કોંગ્રેનાં આગેવાનોએ વાહનચાલકોનાં મો મીઠા કરાવ્યા હતા. લોકોએ પણ કોર્પોરેટરનું ફઉલહાર પહેરાવીને સન્માન કર્યું હતું. હાલનાં સમયે કોંગ્રેસના નેતાઓ અને લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો.  હાલનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ બ્રિજનું 2016માં ખાતમુહર્ત કર્યું હતું. 

કોંગ્રેસના નેતાઓ દ્વારા લોકોની પડતી હાલાકીના કારણે આ બ્રિજને લોકહિતાર્થે ખુલ્લો તો મુક્યો હતો પરંતુ આ મદમાં તેઓ સોશિયલ ડિસટન્સિંગનું ભાન પણ ભુલ્યા હતા. વિપક્ષનાં નેતા વશરામ સાગઠીયાએ પોતે પણ સ્વિકાર કર્યો કે, સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાયું નહોતું. લોકોએ ખુશીમાં તમામ નિયમો તોડ્યા હતા. 

બીજી તરફ મેયર બીના બેન આચાર્યએ પણ વિપક્ષનાં નેતા પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, ચૂંટણી નજીક હોવાનાં કારણે વિપક્ષનાં નેતાઓ જશ ખાટવા માટે અધિરા બન્યા છે. બ્રિજનું અધૂરૂ કામ હોવા છતા પણ નેતાઓએ લોકાર્પણ કરી દીધું છે. કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસટન્સ ભુલાયું. હાલ આ બ્રિજ ખુલ્લો થઇ જવાનાં કારણે લોકોનાં જીવને પણ ખતરો છે. હજી પણ તેમાં કેટલાક કામ અધૂરા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news