LPG Gas Cylinder Price: સવાર સવારમાં મળ્યાં સારા સમાચાર, બજેટ પહલા સસ્તો થયો રાંધણ ગેસનો બાટલો, લેટેસ્ટ રેટ ચેક કરો

બજેટની જાહેરાતોની કાગડોળે વાત જોતા દેશવાસીઓને બજેટ રજુ થાય તે પહેલા સારા સમાચાર મળ્યા છે. એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 

LPG Gas Cylinder Price: સવાર સવારમાં મળ્યાં સારા સમાચાર, બજેટ પહલા સસ્તો થયો રાંધણ ગેસનો બાટલો, લેટેસ્ટ રેટ ચેક કરો

ભારતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ 14 કિલોવાળા ઘરેલુ અને 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ નિર્ધારિત કરે છે. દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે. જેમાં સીએનજી અને પીએનજીની કિંમતો નિર્ધારિત કરાય છે. દેશના સામાન્ય બજેટ પહેલા મોટા ખુશખબર મળ્યા છે. આજે 1 ફેબ્રુઆરીના રોજ સવાર સવારમાં ઓઈલ કંપનીઓએ એકવાર ફરીથી ગેસના બાટલાના ભાવમાં ઘટાડો કર્યો છે. જ્યારે OMCs હવાઈ ઈંધણના ભાવમાં ભારે વધારો ઝીંક્યો છે. જેથી હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. દેશભરમાં LPG સિલિન્ડર અને ATF ના નવા ભાવ આજથી લાગૂ થઈ ગયા છે. 

કેટલા ઘટ્યા ભાવ
OMCs એ 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા ભાવ આજથી એટલે કે 1 ફેબ્રુઆરી 2025થી જ લાગૂ થઈ ગયા છે. જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

મેટ્રો શહેરોમાં 19KG સિલિન્ડરના ભાવ

દિલ્હી          1797.00 રૂપિયા
કોલકાતા      1907.00 રૂપિયા
મુંબઈ          1749.50 રૂપિયા
ચેન્નાઈ        1959.50 રૂપિયા

હવાઈ ઈંધણ મોંઘુ થયું
એરલાઈન કંપનીઓ માટે જો કે સારા સમાચાર નથી. OMCs એ હવાઈ ઈંધણના ભાવ વધાર્યા છે. ATF ના ભાવમાં  ₹5078.25/ કિલો લીટરનો વધારો કરાયો છે. આ અગાઉ જાન્યુઆરીમાં ATF ₹1401.37/ લીટર સસ્તું થયું હતું. જ્યારે ડિસેમ્બરમાં 1318.12/ કિલો લીટરનો વધારો થયો હતો. નવેમ્બર મહિનામાં પણ ₹2,941.5/ કિલો લીટર ભાવ વધ્યા હતા. 

મેટ્રો શહેરોમાં ATF Price

દિલ્હી          95,533.72 રૂપિયા
કોલકાતા      97961.61 રૂપિયા
મુંબઈ          89,318.90 રૂપિયા
ચેન્નાઈ        98,940.19 રૂપિયા 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news