પાટણમાં વરસાદનો કહેર, ધોળકડા ગામ સંપર્ક વિહાણુ બન્યું, લોટેશ્વરમાં 17 પરિવારોનું સ્થળાંતર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 242 તાલુકોમાં વરસાદ (gujarat rains) નોંધાયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છના અબડાસામાં 9 ઈંચ ખાબક્યો છે
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 242 તાલુકોમાં વરસાદ (gujarat rains) નોંધાયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છના અબડાસામાં 9 ઈંચ ખાબક્યો છે. તો રાજકોટના ગોંડલમાં 7 ઇંચ વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પોણા સાત ઈંચ વરસાદ (heavy rain) પડ્યો હતો. કચ્છના લખપતમાં 6.5 ઈંચ વરસાદ હતો. જામનગરના જામજોધપુરમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે. પાટણના રાધનપુર અને સિદ્ધપુરમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. મોરબીના ટંકારા, કચ્છના માંડવી અને રાજકોટના ધોરાજીઅને જામકડોરણામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. પાટણમાં 4 ઈંચ વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે. શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામના 17 કુટુંબોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લોટેશ્વર ગામે ઈન્દિરા વસાહત ઠાકોર વાસના નીચાણવાળા વિસ્તારમાં પાણી આવતાં કુંટુંબોને સ્થળાંતર કરાયા છે. 14 કુટુંબના નાના મોટા 73 લોકોનું શિફ્ટીંગ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું છે. રવદથી પસાર થતો વોકળામાં પાણી આવતાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરાયા છે. શંખેશ્વર ટીડીઓ સહિત તંત્ર દ્વારા વિસ્તારની મુલાકાત લેવાઈ હતી.
ડબલ ગેમ રમી રહી છે Rhea Chakraborty? જાણો Sushant Suicide Case માં આવ્યો કેવો વળાંક
પાટણ જિલ્લા માં 24 કલાક દરમિયાન પડેલ વરસાદ
- પાટણ 48 mm, 2 ઇંચ
- સરસ્વતી 26 mm, 1 ઇંચ
- સિદ્ધપુર 94 mm, 4 ઇંચ
- ચાણસ્મા 49 mm, 2 ઇંચ
- હારીજ 68 mm, 2.72 ઇંચ
- રાધનપુર 115 mm, 4.6 ઈંચ
- સમી 98 mm, 4 ઇંચ
- શંખેશ્વર 77 mm, 3.8 ઇંચ
- સાંતલપુર 114 mm, 4.56 ઇંચ
ભારે વરસાદની સાથે પાટણ જિલ્લાનું ધોળકડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. રાધનપુર તાલુકાના ધોળકડા ગામ ફરતે ભારે વરસાદ અને બનાસનદીનું પાણી ફરી વળ્યું હતું. નીચાણવાળા 35 થી વધુ મકાનો પાણીમાં ગરકાવ થયા હતા. તમામ લોકોને અને પરિવારોને પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયા હતા. તમામ પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ધોળકડા ગામ આજુ બાજુ ત્રણ ત્રણ કિલોમીટરમાં રોડ પર પાણી ફરી વળ્યા હતા. ગામના સરપંચ સહિત ગામલોકોએ વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો, અને સોશિયલ મીડિયાના માધ્યમથી તંત્ર પાસે મદદની ગુહાર લગાવી હતી.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૧ તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો. તો રાજ્યના 30 તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 63 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તેમજ રાજ્યમાં 126 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે