Jamnagar: પેટ્રોલની મિક્સ કરાતું હતું પાણી, પેટ્રોલ પંપ પર લોકોનો હોબાળો
જામનગરમાં એક પેટ્રોલ પંપ પર પેટ્રોલની સાથે પાણી મિક્સ આવવાની વાત સામે આવ્યા બાદ લોકોએ હોબાળો મચાવ્યો છે. ત્યારે પંપના મેનેજરે કહ્યું કે, ટેક્નિકલ ખામીને કારણે આમ થયું છે.
Trending Photos
મુસ્તાક દલ, જામનગરઃ જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમના (Hindustan Petroleum) પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ પુરાવતી વખતે પેટ્રોલ અને પાણી મિક્સ થતું હોવાનું બહાર આવ્યું છે. ગ્રાહકે હિન્દુસ્તાન પેટ્રોલિયમના મેનેજર ફરિયાદ કરી હતી જોકે બાદમાં અહીં લોકોના ટોળા ઉમટયા હતા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ પંપમાંથી પેટ્રોલ સાથે પાણી મિક્સ થતું હોવાની વાત બહાર આવી છે.
જામનગરમાં ગઈકાલે સાંજે હિન્દુસ્તાન પેટ્રોલિયમ (Hindustan Petroleum) પંપ ખાતે અબ્બાસભાઈ કાદરી નામના શખ્સે પેટ્રોલ પુરાવ્યું હતું અને બાદમાં તેની બાઈક ચાલુ ન થતાં તેમણે ગેરેજ લઈ ગયા હતા. જોકે ગેરેજના કારીગરે પેટ્રોલમાં પાણી મિક્સ થયું હોવાનું જણાવ્યું હતું. બાદમાં કાદરી ભાઈ હિન્દુસ્તાન પેટ્રોલિયમના મેનેજરને કમ્પ્લેન કરી હતી. જ્યારે પેટ્રોલમાં પાણી મિક્સ આવતું હોવાની સમસ્યાને પગલે સ્થાનિકોના ટોળા રજૂઆત કરવા માટે પેટ્રોલ પંપ ખાતે પહોંચ્યા હતા.
હિન્દુસ્તાન પેટ્રોલિયમના મેનેજર જણાવી રહ્યા છે કે વચલી ટાંકીમાં પાણી આવ્યું હતું અને પાણીના કારણે પાણી અને પેટ્રોલ મિક્સ થયું છે કે પ્રશ્ન ઉભો થયો છે તેની જાણ ઉપર કરી છે અને કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી પાણી અને પેટ્રોલ મિક્સ થયું છે. છેલ્લા બે દિવસથી આ સમસ્યા થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે