આજથી મુખ્યમંત્રી રૂપાણી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં રશિયાના પ્રવાસે
રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી કેન્દ્રીય વાણિજયમંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં આજથી રશિયાના પ્રવાસે જશે. 11 થી 13 ઓગષ્ટના રશિયા પ્રવાસ દરમિયાન ગોવા, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ પણ જોડાશે.
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી કેન્દ્રીય વાણિજયમંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં આજથી રશિયાના પ્રવાસે જશે. 11 થી 13 ઓગષ્ટના રશિયા પ્રવાસ દરમિયાન ગોવા, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ પણ જોડાશે. કેન્દ્રીય વાણિજયમંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં 5 રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત 125 સભ્યોનું બિઝનેશ ડેલિગેશન પણ રશિયા જશે. જેમાં મુખ્યત્વે પેટ્રોકેમિકલ્સ, ડાયમંડ, ટિમ્બર, સ્ટીલ, હેલ્થકેર, ફાર્મા, રેલ્વે,ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
રશિયા પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે ત્યારે ગુજરાતમાં પણ આ ઉદ્યોગ ટોચ પર છે અને ગુજરાતમાં વધુ રોકાણ આવે તે માટે સરકાર પ્રયાસ કરશે. રશિયાના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં આવવાનું આમંત્રણ અપાશે જેથી કરીને રશિયન ઉદ્યોગગૃહો પણ ગુજરાતમાં આવે જેનાથી રોકાણ અને રોજગારી વધે. ગુજરાતની વાત છે ત્યાં સુધી પેટ્રોકેમિકલ્સ, ફાર્મા, ટીમ્બર અને ડાયમંડ ઉદ્યોગને ધ્યાનમાં રાખીને બિઝનેસ ડેલિગેશન તૈયાર કરાયું છે. ટોરેન્ટ, અદાણી, રિલાયન્સના પ્રતિનિધિઓ આ ડેલિગેશનમાં રહેશે.
Breaking : મોરબીમાં દીવાલ પડતા 7ના મોત, પોરબંદરમાં 3 માછીમારો ડૂબ્યા
આ ઉપરાંત ડાયમંડ અને ટીમ્બર ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા ઉદ્યોગગૃહો પણ સાથે રહેશે. પીએમ મોદી આગામી સપ્ટેમ્બર મહિનામાં રશિયા જવાના છે અને ત્યાં ઇકોનોમીક ફોરમમાં મુખ્ય અતિથિ તરીકે તેઓ હાજર રહેવાના છે ત્યારે એ પહેલા વાણિજ્યમંત્રીનો આ રશિયા પ્રવાસ મહત્વનો બની રહેશે. ભારત-રશિયા વચ્ચે હંમેશા સંબંધો સૌથી સારા રહ્યા છે ત્યારે ઔદ્યોગિક રીતે પણ તેને આગળ વધારવા હવે પીએમ મોદી કટિબદ્ધ છે. જેના કારણે ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને હરિયાણા જેવા મોટા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ડેલિગેશન રશિયાના પ્રવાસે જઇ રહ્યું છે.
11ના મોત, 6000નું સ્થળાંતર : ગુજરાતના માથે હજી પણ આગામી 48 કલાક ભારે વરસાદનું સંકટ
મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં પણ અગ્રેસર છે ત્યારે તેમને સીધો લાભ રશિયા સાથેના સંબંધોનો મળે તે મુખ્ય હેતું છે. દેશમાં રોજગારી વધારવા અને વિદેશી મૂડીરોકાણ વધારવામાં આ પ્રવાસ મહત્વની ભૂમિકા ભજવશે. રશિયા જે ક્ષેત્રોમાં આગળ છે તેનો સીધો લાભ ભારતના ઉદ્યોગોને પણ મળે તે માટે પીએમ મોદીએ આ પહેલ કરી છે.
36 કલાકમાં જ નર્મદાના ડેમના ખોલાયેલા તમામ દરવાજા બંધ કરાયા, ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી
2 દિવસના આ પ્રવાસમાં સાઇબિરિયામાં અલગ અલગ ઉદ્યોગ અગ્રણીઓ સાથે આ ડેલિગેશન મુલાકાત કરશે અને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપશે. ચીન અને જાપાન પહેલે થી જ ગુજરાતમાં રોકાણ કરતા રહ્યા છે ત્યારે હવે રશિયન કંપનીઓ પણ ગુજરાત આવે તે માટે પ્રયાસ થશે. ગુજરાતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ ઘણો મોટો છે ત્યારે આ ઇન્ડસ્ટ્રીને પણ રશિયાથી મદદ મળે તે લક્ષ્યાંક સાથે ડેલિગેશન તૈયાર કરાયું છે. મુખ્યમંત્રી વિજય રુપાણીનો આ બીજો વિદેશ પ્રવાસ છે. આ પહેલા તેઓ ઇઝરાયેલના પ્રવાસે જઇ ચૂક્યા છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે