PM મોદીનો છે પડછાયો : ગુજરાત કેડરના આ અધિકારી પર મોદી કરે છે આંધળો ભરોસો, એક PMOમાં બીજા CMOમાં
PM Modi Most Trusted Officer: પીએમ મોદી સાથે ગુજરાતમાં કામગીરી કરનાર આ બંને અધિકારીઓ પાસે અમાપ પાવર છે અને મોદીને સીધી સલાહ આપવાની તાકાત... તેઓ પીએમ મોદીને સીધો કરે છે ફોન. પીએમ મોદી પણ તેમની સલાહ ક્યારેય અવગણતા નથી. એમ કહેવામાં જરાય ખોટું નહીં હોય કે તેઓ પીએમ મોદીના પડછાયા જેવા છે.
Trending Photos
PM Modi Most Trusted Officer: પીએમ મોદી માટે કહેવાય છે કે તેઓ જેની પર ભરોસો કરે છે તેની પર આંધળો ભરોસો કરે છે. તમને ખબર છે ગુજરાત કેડરના 2 અધિકારીઓમાં આજે એક ગુજરાતનું CMO સંભાળે છે અને એક દિલ્હીનું PMO. પીએમ મોદી સાથે ગુજરાતમાં કામગીરી કરનાર આ બંને અધિકારીઓ પાસે અમાપ પાવર છે અને મોદીને સીધી સલાહ આપવાની તાકાત... આ બે અધિકારીઓ સીધો PM મોદીને કરે છે ફોન અને મોદી એમની સલાહને ક્યારેય અવગણતા નથી. એટલે જ આજે એક દાયકા બાદ પણ આ બંને અધિકારીઓ પીએમનો પડછાયો બનીને ઉભા રહ્યાં છે. પીએમ મોદી ગુજરાતમાં હોય કે દિલ્હીમાં એમને સૌથી વધારે ભરોસો આ 2 ગુજરાતી કેડરના અધિકારીઓ પર રહ્યો છે. ગુજરાત કેડરના આઈએએસ અધિકારી કે કૈલાશનાથનને પીએમ મોદીના સૌથી વિશ્વાસુ અધિકારી માનવામાં આવે છે. આ જ કારણ છે કે 2013માં નિવૃત્તિ બાદ પણ કે કૈલાશનાથન હજુ પણ સીએમઓમાં કાર્યરત છે. ગુજરાત સરકારે તેમને 11મી વખત એક્સટેન્શન આપ્યું છે.
મીડિયાની ઝગમગાટથી દૂર રહેતા નિવૃત્ત IAS અધિકારી કે કૈલાશનાથનને ગુજરાત સરકારે 11મી વખત એક્સટેન્શન આપ્યું છે. કે કૈલાશનાથનની ગણતરી પીએમ નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ અધિકારીઓમાં થાય છે. ગુજરાતના પાવર કોરિડોરમાં ભાગ્યે જ કોઈ એવો હશે જે કેકેના નામથી પરિચિત નહીં હોય. તેઓ અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા, પરંતુ હજુ પણ તેઓ CMOમાં સૌથી શક્તિશાળી અધિકારી તરીકે કાર્યરત છે. બીજુ નામ છે પી. કે મિશ્રા જેઓ PMOમાં કાર્યરત છે અને દિલ્હીમાં. ગઈકાલે જ કે કૈલાશનાથનને જે એક્સટેન્શન મળ્યું છે તે આગામી છ મહિના માટે CMO ઓફિસમાં કાર્યરત રહેશે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે કામ કરતા રહેશે. કે કૈલાશનાથનનું આ એક્સટેન્શન કેન્દ્રમાં નવી સરકારના સમયે પૂર્ણ થશે. આવી સ્થિતિમાં એવી અટકળો પણ ચાલી રહી છે કે કૈલાશનાથન ત્યાં આગળની ઇનિંગ રમશે.
ચાર સીએમ સાથે કામ કર્યું છે
33 વર્ષ સુધી ગુજરાત કેડરમાં સેવા આપ્યા બાદ 31 મે, 2013ના રોજ ગુજરાતમાં અધિક મુખ્ય સચિવના પદ પરથી કે કૈલાસનાથન નિવૃત્ત થયા હતા. આમ છતાં 10 વર્ષ પછી પણ કે કૈલાશનાથન હજુ પણ પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. આ માત્ર કૈલાશનાથનનું મહત્વ દર્શાવતું નથી પણ પીએમ મોદીનો ભરોસો પણ દેખાડે છે. કૈલાશનાથન અત્યાર સુધી ચાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલના વિશ્વાસુ અધિકારી રહ્યા છે.
આ સિવાય PMO પી કે મિશ્રાના વડપણ હેઠળ ચાલે છે. તેઓ 1972ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. તેઓ PM મોદી જયારે રાજ્યના CM હતા ત્યારે ગુજરાતમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે રહી ચુક્યા છે. PM બન્યા બાદ મોદીએ તેમના માટે વિશેષ PMના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી નામની પોસ્ટ ઉભી કરી હતી. નરેન્દ્ર મોદી જ્યારે સૌ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે મુખ્યમંત્રી કાર્યાલયમાં તેમના સૌપ્રથમ અગ્રસચિવ તરીકે જવાબદારી સંભાળનારા ૧૯૭૨ની આઈએએસ બેચના ગુજરાત કેડરના નિવૃત્ત સનદી અધિકારી પી કે મિશ્રા એ સંભાળી હતી. ચૂપચાપ કામ કરવામાં માહેર મિશ્રાને તેમની સાથે કામ કરી ચૂકેલા સરકારી અધિકારીઓ અત્યંત મહેનતુ અને દરેક વિષયમાં ઊંડા ઉતરીને ઝિણવટભરી ચોક્સાઈથી કામ કરનારા કુશાગ્ર બુદ્ધિ ધરાવતા અધિકારી તરીકે જાણે છે.
મોદીએ આ અધિકારીને દિલ્હી પોતાની સાથે લઈ ગયા એનું કારણ કૃષિ, ગ્રામિણ વિકાસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઊર્જા ક્ષેત્ર પણ હતું. પી કે મિશ્રા ભારત સરકારના કેન્દ્રિય કૃષિ સચિવ તરીકે ૨૦૦૬થી ફરજ બજાવ્યા બાદ ૨૦૦૮માં નિવૃત્ત થયા તે પહેલાં તેમણે ૨૦૦૧માં કચ્છના ભૂકંપ બાદ ગુજરાતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કરીને તેનું બંધારણ લખ્યું હતું. આ ઉપરાંત કેન્દ્રમાં કૃષિ સચિવ તરીકે તેમના કાર્યકાળમાં દેશમાં કૃષિ વિકાસ દરમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. નિવૃત્તિ બાદ પણ મિશ્રા રાજ્યમાં જર્કના ચેરમેન અને સ્ટેટ લેવલ એન્વાયરમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીના ચેરમેન તરીકે જવાબદારી નિભાવી હતી. આમ તેમની પાસે કામગીરીનો બહોળો અનુભવ હોવાની સાથે તેઓ મોદીના અતિ વિશ્વાસું અધિકારી પણ હતા.
શું તે પીકે મિશ્રાની જગ્યા લેશે?
કે કૈલાશનાથન સાથે ભારતના વડા પ્રધાનના અગ્ર સચિવ ડૉ પીકે મિશ્રા બંને ગુજરાત કેડરના IAS અધિકારીઓ છે. આ બંને આવા અમલદારો છે. જેના પર નરેન્દ્ર મોદી 20 વર્ષથી વધુ સમયથી સતત ભરોસો કરી રહ્યા છે. કે કૈલાશનાથન પર નરેન્દ્ર મોદીએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તે ગુજરાતના સીએમઓ પ્રત્યેની તેમની સ્પષ્ટ વફાદારી પરથી સ્પષ્ટ થાય છે. હાલમાં, કે કૈલાશનાથન સાબરમતી ગાંધી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ (SGAMT) ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે રાજકીય રીતે નાજુક અને મહત્વાકાંક્ષી સાબરમતી ગાંધી આશ્રમ પુનઃવિકાસ કાર્યની દેખરેખ પણ કરી રહ્યા છે.
કે કૈલાશનાથન કોણ છે?
કે કૈલાશનાથને 1981 માં સહાયક કલેક્ટર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી. તેઓ 1985માં સુરેન્દ્ર નગર અને 1987માં સુરતના કલેક્ટર હતા. તેઓ 1999 થી 2001 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પણ હતા. બીઆરટીએસ પ્રોજેક્ટની સ્ટીયરીંગ કમિટીના ચેરમેન તરીકે તેમની કારકિર્દીની બીજી મહત્વની પોસ્ટીંગ હતી. KK તરીકે પ્રખ્યાત કે. કૈલાશનાથનું પૂરું નામ કુનિયલ કૈલાશનાથન છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં એમ.એસસી. તેમણે યુનિવર્સિટી ઓફ વેલ્સમાંથી અર્થશાસ્ત્રમાં એમએની ડિગ્રી મેળવી છે. પીએમ મોદીના નજીકના અધિકારી ગણાતા કે કૈલાશનાથન પ્રભાવશાળી પદ ધરાવે છે પરંતુ આજ સુધી તેમના પર કોઈ દાગ નથી લાગ્યો. તેમજ તે ક્યારેય કોઈ વિવાદમાં ફસાયા નથી. તેનું મુખ્ય કારણ તેમની આવડત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે