ભત્રીજી સોનલ મોદીએ કાકા નરેન્દ્ર મોદી પાસેથી ચૂંટણી લડવા ટિકિટ માંગી, આજે પિક્ચર થશે ક્લિયર
Trending Photos
- સોનલ મોદીએ બોડકદેવમાં બક્ષીપંચ મહિલા અનામત બેઠક માટે દાવેદારી કરી છે
- સોનલ મોદીએ અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાનું ઈલેક્શન લડવા માટે ગુજરાતમાં સત્તારુઢ ભાજપમાંથી ટિકિટ માંગી છે
- આજ સાંજ સુધીમાં જાહેર ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે
બ્રિજેશ દોશી/ગાંધીનગર :હાલ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Polls) નો ધમધમાટ ચાલી રહ્યો છે. બંને પક્ષે ઉમેદવારોની નામ જાહેર કરવા અનેક ચર્ચાઓ અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આવામાં પીએમ મોદી (narendra modi) ના ભાઈ પ્રહલાદ મોદી (prahlad modi) ના પુત્રી સોનલ મોદીએ કોર્પોરેશનની ટિકિટ માંગી છે. સોનલ મોદીએ બોડકદેવ વોર્ડમાંથી ટિકિટ માંગી છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના ભાઈ અને સોનલ મોદી (sonal modi) ના પિતા પ્રહલાદ મોદી રેશનિંગ દુકાનોના સંચાલક મંડળના પ્રમુખ છે.
સોનલ મોદીએ બોડકદેવમાં બક્ષીપંચ મહિલા અનામત બેઠક માટે દાવેદારી કરી છે. સોનલ મોદીએ અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાનું ઈલેક્શન લડવા માટે ગુજરાતમાં સત્તારુઢ ભાજપ (BJP) માંથી ટિકિટ માંગી છે. સોનલ મોદીએ આ વિશે કહ્યું કે, ભાજપા કાર્યકર્તા હોવાના નેતા તેમણે આ ટિકિટ માંગી છે. પ્રધાનમંત્રી (Prime Minister) ના સંબંધી હોવાના નાતે તેમણે ટિકિટ નથી માંગી. સોનલ મોદીએ દાવો કર્યો છે કે, તેઓ નામાંકનના તમામ માપદંડોને પૂરા કરે છે.
સોનલ મોદી ગૃહિણી છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ના ભાઈના પુત્રી છે. પ્રહલાદ મોદી એ તેમની પુત્રી સોનલ મોદીએ માગેલી ટિકિટ અંગે જણાવ્યું હતુ કે, દીકરી લોહશાહીમાં જીવે છે અને ટિકિટ માગવા માટે સ્વતંત્ર છે. એના મનમાં કેવી ભાવના હશે કે વડાપ્રધાન તેના મોટા બાપા છે એટલે લાભ મળી શકે. મારા મતે મારી દીકરીને કેટલું મહત્ત્વ અપાય છે તેને આધારે પાર્લામેન્ટરી બોર્ડ નરેન્દ્રભાઈની કેટલી ઈજ્જત કરે છે તેનો ખ્યાલ આવી જશે.
તો સોનલ મોદીએ કહ્યું કે, મેં બોડકદેવ વોર્ડમાં આરક્ષિત મહિલા સીટ પરથી ટિકિટ માંગી છે. પહેલા હું ભાજપની સક્રિય કાર્યકર્તા હતી, પરંતુ બાળકોના ઉછેરને કારણે હું રાજકારણ ( local election ) થી થોડો સમય દૂર રહી હતી. જોકે, ભાજપે કેટલાક માપદંડ તૈયાર કર્યાં છે, તેથી મને લાગે છે કે હું તે માપદંડ માટે યોગ્ય છું. મેં ભાજપના કાર્યકર્તાની હેસિયતથી ટિકિટ આપવાની માંગ કરી છે, ન કે પ્રધાનમંત્રીના સંબંધી તરીકે. જો મને ટિકિટ ન મળી તો પણ હું પાર્ટીના સમર્પિત કાર્યકર તરીકે સક્રિય રહીશ.
તો પ્રહલાદ મોદી ( prahlad modi ) એ કહ્યું કે, હું મારા દીકરીને આ બાબતે સમર્થન આપું છું. મારા પરિવારના તમામ સદસ્ય પોતાનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. આ ભાઈ-ભત્રીજાવાદનો મામલો નથી. મારા પરિવારે ક્યારેય પોતાના ફાયદા માટે નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ નથી કર્યો.
ઉલ્લેખનીય છે કે, આજ સાંજ સુધીમાં જાહેર ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે. ભાજપના ઉમેદવારોમાં કોનું પત્તું કપાશે, કોની લોટરી લાગશે તે આજે ખબર પડી જશે. ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બઠકમાં ઉમેદવારો પર મહોર લાગી ગઈ છે. 6 મનપા માટે ઉમેદવારોના નામ પર મહોર લાગી ચૂકી છે. 3 દિવસની બેઠકમાં ઉમેદવારો પસંદ કરવા મંથન કરાયું છે. મહત્વની બેઠકમાં તમામ ઉમેદવારો અંગે ચર્ચા કરાઈ છે. પ્રદેશ અધ્યક્ષ, CM, Dy.CM અને પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોની હાજરીમાં ઉમેદવારો અંગે ચર્ચા થઈ છે. તમામ વોર્ડમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. ટેકેદારોને પણ દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના અપાઈ છે. કોરા મેન્ડેટ પણ કમલમ પહોંચી ચૂક્યા છે. ઉમેદવારોના નામે જાહેર થયા બાદ શહેર સંગઠનમાં મોકલાશે. નોંધનીય છે કે, ભાજપે 60થી વધુ વર્ષના દાવેદારો અને 3 ટર્મથી ચૂંટણી લડતા દાવેદારોને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો છે, ત્યારે ભાજપ યુવાનોને તક આપે તેવી પૂરી શક્યતા છે. ત્યારે આજે સાંજ સુધીમાં ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે.
આ પણ વાંચો : કોમી એકતાનું મોટું ઉદાહરણ, એક મંડપમાં હિન્દુ યુવતી ફેરા ફરી, તો બીજા મંડપમાં નિકાહ પઢાવાયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે