Modi Government: ભાજપ સંગઠન બાદ હવે મોદી સરકાર પર પણ રાખશે સીધી નજર : દિલ્હીમાં નિવાસી કમિશનર પદ માટે લોબિંગ શરૂ

Modi Government: CM ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે મોદીના વિશ્વાસુ ગણાતા વ્યક્તિની નિમણૂક કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂક કરી છે.

Modi Government: ભાજપ સંગઠન બાદ હવે મોદી સરકાર પર પણ રાખશે સીધી નજર : દિલ્હીમાં નિવાસી કમિશનર પદ માટે લોબિંગ શરૂ

Gujarat Government: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આજે મોદીના વિશ્વાસુ 2 ખાસ અધિકારીઓની નિમણુંક થઈ ગઈ છે. હવે બની શકે છે કે ગુજરાતના વિકાસના કામોમાં તેજી આવે પણ દિલ્હીનો દબદબો વધ્યો એ ફાયનલ છે. પીએમ મોદી સંગઠન બાદ હવે સરકાર પર પણ દિલ્હી બેઠા બેઠા સીધી નજર રાખશે. ગુજરાતમાં ભાજપ સરકાર રચાયા બાદ દિલ્હીમાં રાજ્ય સરકારના નિવાસી કમિશનરપદ માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. સૂત્રોમાં ચર્ચા છે કે, નર્મદા વિભાગના સચિવ મનીષ ભારદ્વાજ દ્વારા હાલમાં દિલ્હીમાં નિવાસી કમિશનર બનવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ મુદ્દે તેઓ ઘણા નેતાઓના સંપર્કમાં હોવાના પણ અહેવાલો છે. આ સિવાય પણ કેટલાક આઈએએસ દ્વારા લોબિંગ શરૂ થયાના સમાચાર છે. આ સંજોગોમાં હવે રાજ્ય અને કેન્દ્રની કડી બનવાનું સૌભાગ્ય કોને સાંપડે છે તે જાણવું રસપ્રદ બની રહેશે.

CM ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે મોદીના વિશ્વાસુ ગણાતા વ્યક્તિની નિમણૂક કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂક કરી છે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની તો સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની નિયુક્તિ કરવામાં આવી છે. બીજી તરફ કૈલાસનાથન પણ સરકારમાં છે. આમ મોદીએ એક સાથે ગુજરાતમાં 2 વિશ્વાસુને સીએમઓ સાથે સાંકળીને પોતાનો દબદબો વધાર્યો છે.  

ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી ૩૦ નવેમ્બર, 2018ના રોજ નિવૃત્ત થયા છે. તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે. કૈલાસનાથન ઓગસ્ટ 2006થી એપ્રિલ 2008 સુધી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે રહ્યા હતા. ઓક્ટોબર 2010થી મે 2013 સુધી ફરી મુખ્યમંત્રી મોદીના અધિક મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ થઈ અને 31 મે 2013ના રોજ 33 વર્ષની ફરજ બજાવીને સેવાનિવૃત્ત થયા હતા. 

નિવૃત્તિ બાદ જૂન 2013થી મે 2014 સુધી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યાલયમાં વિશેષ દરજ્જો ઊભો કરી તેમને પોતાના મુખ્ય અગ્ર સચિવ તરીકે મૂક્યા હતા. મે 2014માં લોકસભા ચૂંટણી બાદ આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને કૈલાશનાથનને એક વર્ષ સુધી પોતાના અગ્ર મુખ્ય સચિવ પદે ચાલુ રાખ્યા. મે 2015થી ફરી એક વર્ષ માટે આનંદીબેને તેમને એક્સટેન્શન આપ્યું હતું. આનંદીબેનના રાજીનામાં બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને તેમણે પણ ઓગસ્ટ 2016થી પોતાના કાર્યકાળ સુધી કૈલાસનાથનને પોતાના અગ્ર મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા. હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ તેમને એક્સટેન્શન મળી ગયું છે. આમ ભાજપની સરકારમાં મોદીના ખાસ વિશ્વાસુ 2 માણસો આખી સરકાર ચલાવે તો પણ નવાઈ નહીં. અત્યારસુધી કે કૈલાસનાથનનો સરકારમાં દબદબો હતો હવે અઢિયાની હાજરીથી ગુજરાતના વિકાસની ગતિમાં પણ તેજી આવે તો નવાઈ નહીં....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news