પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ભૂપેન્દ્ર ઝાલાની ક્રાઈમ કુંડળી
ગુજરાતમાં પોન્ઝી સ્કીમના નામે લોકો સાથે હજારો કરોડની છેતરપિંડી કરનાર ભૂપેન્દ્ર ઝાલા આખરે ઝડપાયો છે. લોકોના પૈસા લઈ ઝાલા વૈભવી જીવન જીવી રહ્યો હતો. જાણો કેવી રીતે ઝાલાએ લોકોને ફસાવ્યા અને કેવી હતી તેની લાઈફસ્ટાઇલ.
Trending Photos
મહેસાણાઃ CID ક્રાઈમને આજે મોટી સફળતા મળી છે. પોન્ઝી સ્કીમ દ્વારા 6 હજાર રૂપિયાનું કૌભાંડ કરી ફરાર થઈ ગયેલા બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર ઝાલા આ ઘટના સામે આવ્યા બાદ આશરે એક મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સીઆઈડી ક્રાઇમ દ્વારા આ કેસમાં આજે મહેસાણામાં સર્ચ કરવામાં આવ્યું હતું. સીઆઈડી ક્રાઈમ દ્વારા શંકાસ્પદ સંપર્કવાળા લોકોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન સાંજે 4 કલાકે ખાનગી બાતમીના આધારે ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાઈ ગયો હતો.
આ રીતે લોકોને ફસાવ્યા
6 હજાર કરોડનું ફુલેકુ ફેરવી બી.ઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોને પૈસા ડબલ કરવાની લાલાચ આપી હતી. બી.ઝેડ ફાઈનાન્સિયલ સર્વિસની 7 જિલ્લાની ઓફિસમાં નવેમ્બર મહિનામાં દરોડા પડ્યા હતા. BZ ગ્રુપની કંપનીઓ ગુજરાત અને રાજસ્થાનમાં ખોલી હતી. BZનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવતો હતો. બે નંબરના રૂપિયાથી કરોડો રૂપિયાની મિલકતો ખરીદી હતી. લોકોની મરણ મૂડી લઈને મહાઠગ ભૂપેન્દ્ર ફરાર થઈ ગયો હતો પરંતુ હવે તે ઝડપાયો છે. ભોળી જનતાને મહાગઠિયાએ 6 હજાર કરોડનો ચૂનો લગાવ્યો છે.
સાબરકાંઠાના ભેજાબાજ ભૂપેન્દ્ર ઝાલાનું ફુલેકુ વડોદરા સુધી ફેલાયેલું!
સાબરકાંઠાના ભેજાબાજ ભૂપેન્દ્ર પર્વતસિહ ઝાલાનું ફુલેકુ વડોદરા સુધી ફેલાયું હોવાની વાત સામે આવી હતી. 6 હજાર કરોડનું કૌભાંડ સામે આવતા BZ ફાયનાસિયલ ગ્રુપની જુદી જુદી ઓફિસો પર દરોડા પડ્યા હતા. BZ ફાઇનાન્સની વડોદરા ઓફિસે પર સર્ચ કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતેની ઓફિસ હિંમતનગરના શત્રુઘ્ન સિંહ સંભાળતા હોવાનો ખુલાસો પણ થયો હતો. વડોદરામાં પણ લોકોએ કરોડોનું રોકાણ કર્યું હોવાની આશંકા છે.
શિક્ષકો પણ કરતા હતા ઝાલા સાથે કામ
લોભિયા હોય ત્યાં ઘૂતારા ભૂખે નથી મરતાં...આ કહેવત આપણે બાળપણથી સાંભળીએ છીએ..કહેવતનો મતબલ પણ સ્પષ્ટ રીતે સમજીએ છીએ...છતાં પણ લોભ અને લાલચમાં ઘણીવાર એવા ફસાઈ જઈએ છીએ કે પાછળથી પછતાવા સિવાય કંઈ રહેતું નથી. bzના કરોડોના કૌભાંડમાં સૌથી વધુ ચિંતામાં હોય તો તે કેટલાક સરકારી શિક્ષકો છે. કારણ કે આ સરકારી શિક્ષકો ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ તરીકે કામ કરતાં હતા અને અન્ય શિક્ષકોને bzમાં રોકાણ કરાવતાં હતા. એવા અનેક શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ છે જેમણે લાખો રૂપિયાનું રોકાણ ભૂપેન્દ્ર ઝાલાની લોભામણી સ્કીમોમાં કર્યું હતું.
ક્રિકેટરોએ પણ કર્યું હતું રોકાણ
ઝાલાની ઝપેટમાં ભારતીય ક્રિકેટરો પણ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. BZ ગ્રુપમાં ક્રિકેટરોએ પણ પૈસાનું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. ભારતનાના જાણીતા ક્રિકેટરોએ ઝાલાની સ્કીમમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. સીઆઈડીની તપાસના ક્રિકેટરોએ પૈસા રોક્યાનું ખૂલ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી માહિતી મુજબ અંદાજે 5 જેટલા ક્રિકેટરોએ BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતું અને ક્રિકેટરોના નામ પણ સામે આવ્યા છે.
ભૂપેન્દ્ર ઝાલાના નામે 18થી વધુ કોલેજો
સૌથી મોટી વાત એ છે કે મહાકૌભાંડી ભૂપેન્દ્રના નામે 18થી વધુ કોલેજો ચાલી રહી છે અને કોલેજ સિવાય પણ ભૂપેન્દ્ર ઝાલા અનેક મિલકતોનો માલિક છે. લોકો સાથે કૌભાંડ કરનાર ભૂપેન્દ્ર ઝાલા વૈભવી જીવન જીવી રહ્યો હતો. આ પહેલા ખુલાસો થયો હતો કે ઝાલા સોનાનું મોબાઈલ કવર રાખતો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે.
વ્યાજની લાલચમાં લોકો છેતરાયા
તમારી સ્કીમ બધાથી અલગ અને શાનદાર હોય તો ગ્રાહકો સામેથી આવતા હોય છે. ભૂપેન્દ્ર ઝાલા એક વર્ષમાં 36 ટકા વ્યાજની લાલચ લોકોને આપતો હતો. આટલું વ્યાજ કોઈ બેંક કે SIPમાં પણ નથી મળતું...પરંતુ BZમાં ગ્રાહકોને આકર્ષવા માટે ગિફ્ટ પણ અપાતી હતી. જે લોકો ઈન્વેસ્ટ કરે તેને મોબાઈલ, ટીવી સહિતની વસ્તુઓ અપાતી હતી...તો એજન્ટોને પણ મોટું ઈન્સેટીવ અપાતું હતું...જો કોઈ BZમાં 5 લાખનું રોકાણ કરે તો 32 ઈંચનું ટીવી અથવા મોબાઈલ, 10 લાખનું રોકાણ કરે તો ગોવાની ટ્રીપ...આમ આવી લોભામણી સ્કીમો આપી લોકોને છેતરવાનો ધંધો ભૂપેન્દ્ર ઝાલા અને તેમની કંપની કરતી હતી...6 હજાર કરોડનું કૌભાંડ કરનારો ઝાલાનું જીવન વૈભવી હતું...અને કેવું વૈભવી એ ઝી 24 કલાકની ટીમ જ્યારે તેના ગામમાં પહોંચી ત્યારે ખબર પડી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે