કાલોલ: પોસ્ટ એજન્ટે ગ્રાહકોની સાથે કરી છેતરપિંડી, આંકડો 10 કરોડ થાય તેવી શક્યતા
જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર પોસ્ટ ઓફિસના એજન્ટ દ્વારા ગ્રાહકો સાથે છેતરપીંડી કરવાના મામલામાં પોલીસ તપાસ દરમિયાન ઉચાપતનો આંકડો 5 કરોડ પર પહોંચ્યો છે. તો બીજી તરફ પોસ્ટ વિભાગ દ્વારા વેજલપુર પોસ્ટ ઓફિસના 4 કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Trending Photos
જયેન્દ્ર ભોઇ/પંચમહાલ: જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર પોસ્ટ ઓફિસના એજન્ટ દ્વારા ગ્રાહકો સાથે છેતરપીંડી કરવાના મામલામાં પોલીસ તપાસ દરમિયાન ઉચાપતનો આંકડો 5 કરોડ પર પહોંચ્યો છે. તો બીજી તરફ પોસ્ટ વિભાગ દ્વારા વેજલપુર પોસ્ટ ઓફિસના 4 કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ગત માસમાં કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલા પોસ્ટ ઓફિસના એજન્ટ દ્વારા ગ્રાહકો સાથે છેતરપીંડી કરી ફરાર થવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. બાદમાં ગ્રાહકો દ્વારા વેજલપુર પોસ્ટ ઓફિસ પર જઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો. અને જે બાદ પોસ્ટ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જે તપાસ સમિતી દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો રિપોર્ટ આપવામાં આવતા પોસ્ટ વિભાગ દ્વારા વેજલપુર પોલીસ મથકે પ્રથમ 4 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
પત્નીને છોડી વિદેશ ભાગી જતા NRI પતિઓની હવે ખેર નથી, વડોદરા પોલીસે કરી મોટી કાર્યવાહી
સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા આ કેસની તપાસ ગોધરા એલ સી બીને સોંપવામાં આવ્યો હતો, એલ સી બી પોલીસ દ્વારા તપાસ આરંભી પ્રથમ ફરાર એજન્ટ દંપતી ભાવેશ સુથાર અને સોનલ સુથારની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પ્રાથમિક તપાસમાં 3.80 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું.
એજન્ટ દંપતિ દ્વારા અજમાવવામાં આવેલી એમઓની વાત કરવામાં આવે તો આ એજન્ટ દ્વારા એક ગ્રાહકનો ખાતા નંબર જ બીજા ગ્રાહકને પધરાવી દેતા હતા અને બીજા ગ્રાહક પાસેથી નાણાં લઈને પોતાના અંગત ઉપયોગમાં લેતો હતો. પોલીસએ ઝડપાયેલા એજન્ટ દંપતીના 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવતા ઉચાપતનો આંકડો 5.5 કરોડ પર પહોંચ્યો છે, તેમજ ભોગ બનેલા ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થયો છે, જે 23 થી વધીને 42 થયા છે.
મુંબઈ-દિલ્હી કોરિડોરની કામગીરી દરમિયાન પસાર થઈ રહેલી મહિલા પર ક્રેન પડી, ઘટનાસ્થળે જ મોત
આ એજન્ટ દ્વારા ગ્રાહકોના નાણાં શેરબઝાર અને ડબ્બા ટ્રેડિંગમાં વાપર્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ દ્વારા આ એજન્ટ દંપતીના ઘરની પણ સઘન તપાસ કરવામાં આવતા વેજલપુર પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરના હોદ્દાનો સિક્કો, પોસ્ટ ઓફિસની 750 પાસબુકો તેમજ કોરા ચેક અને પોસ્ટની 25 કોરી ચેકબુકો પણ મળી આવી છે.
તપાસ દરમિયાન પોસ્ટ ઓફિસના કર્મચારીઓની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. જે અંગેની જાણ પોલીસ દ્વારા પોસ્ટ વિભાગને કરવામાં આવતા પોસ્ટ વિભાગ દ્વારા વેજલપુર પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલામાં આ એજન્ટ દંપતી દ્વારા પોતના સગા સંબંધીઓ સહીત અનેક ગ્રાહકો સાથે છેતરપિંડી કરી છે ત્યારે આ ઉચાપતનો આંકડો 10 કરોડ સુધી પહોંચે તેમ છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે