રાજકોટમાં એઈમ્સના નિર્માણની તડામાર તૈયારી, આજે મળી મહત્વની બેઠક
એઇમ્સ રાજકોટના ડેપ્યુટી ડિરેકટર શ્રમદિપ સિન્હાએ જણાવ્યું હતું કે, એઇમ્સની મુખ્ય 4 જરૂરિયાત છે જે રાજ્ય સરકાર પુરી પાડે છે. જેમાં જમીન, પીવાનું પાણી, વીજળી અને રોડ રસ્તાનો સમાવેશ થાય છે.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટઃ રાજકોટ-જામનગર હાઇવે પર ખંઢેરી ગામ ખાતે 1195 કરોડના ખર્ચે 200 એકર જેટલી વિશાળ જગ્યા પર એઇમ્સ હોસ્પિટલ બનવા જઇ રહી છે. જેના નિર્માણ કાર્ય ઝડપથી શરૂ કરવા દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજ રોજ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે એઇમ્સમાં ડિરેક્ટરો અને મનપા તેમજ કલેકટર વિભાગના અધિકરીઓ સાથે મહત્વની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટનો મુદ્દો ચર્ચાયો હતો. જેમાં ખંઢેરી રેલવે સ્ટેશનને વિકસાવવા નિર્ણય કરાયો છે.
આ સાથે એઇમ્સ રાજકોટના ડેપ્યુટી ડિરેકટર શ્રમદિપ સિન્હાએ જણાવ્યું હતું કે, એઇમ્સની મુખ્ય 4 જરૂરિયાત છે જે રાજ્ય સરકાર પુરી પાડે છે. જેમાં જમીન, પીવાનું પાણી, વીજળી અને રોડ રસ્તાનો સમાવેશ થાય છે. લોકોને એઇમ્સ સુધી પહોંચવા રેલવે મદદરૂપ થાય તે માટે ખંઢેરી રેલવે સ્ટેશન વિકસાવવા નિર્ણય કરાયો છે. આ સાથે જ એઇમ્સ હોસ્પિટલમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સુવિધા પણ કરવામાં આવશે. જે માટે એઇમ્સ હોસ્પિટલથી હીરાસર એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે