PSI દેવેન્દ્રસિંહ રાઠોડ આપઘાત કેસ, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો રિપોર્ટ આવ્યો નીલ

અમદાવાદના PSI દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે, કેસમાં PSI દેવેન્દ્રસિંહ રાઠોડ સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો રિપોર્ટ નીલ આવ્યો છે,પોલીસે તપાસ માટે PSIના કપડાં, હથિયાર સહિતનો મુદ્દમાલ FSLમાં મોકલાવ્યાં હતા. 

PSI દેવેન્દ્રસિંહ રાઠોડ આપઘાત કેસ,  સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો રિપોર્ટ આવ્યો નીલ

અમદાવાદ: અમદાવાદના PSI દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે, કેસમાં PSI દેવેન્દ્રસિંહ રાઠોડ સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો રિપોર્ટ નીલ આવ્યો છે,પોલીસે તપાસ માટે PSIના કપડાં, હથિયાર સહિતનો મુદ્દમાલ FSLમાં મોકલાવ્યાં હતા. 

સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની અને પરિવારજનોએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં મૃતકની પત્ની ડિમ્પલબા રાઠોડે જણાવ્યુ હતું કે, મારા પતિએ આત્મહત્યા કરી તે મામલે કોઇ કાર્યવાહી થઇ નથી. હું ન્યાય માગી રહી છું, ભીખ નહીં. છેલ્લા 5 મહિનાથી ન્યાય મળી રહ્યો નથી. ડિમ્પલબા રાઠોડે પતિના મોત મામલે 7 દિવસમાં એન.પી.પટેલની ધરપકડ કરવામાં આવે નહીં તો હું સચિવાલયમાં જઇને આત્મહત્યા કરીશ તેવી ચીમકી આપી છે. તેમજ ડિમ્પલબા રાઠોડે પોતાના પતિના આપઘાત કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગ કરી છે.

કરાઇ પોલીસ એકેડેમીમાં ડીવાયએસપીના ત્રાસથી આપઘાત કરનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના કેસ મામલે આજે PSIની પત્ની અને પરિવારજનોએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ડિમ્પલબા રાઠોડે જણાવ્યું હતું કે, મારા પતિએ આત્મહત્યા કરી તે મામલે કોઇ કાર્યવાહી થઈ નથી. હું ન્યાય માગી રહી છું, ભીખ નહીં. મેં સીએમ, DG તેમજ અગ્રસચિવ તમામને રજુઆત કરી છે. તેમ છતાં છેલ્લા 5 મહિના થયા પણ ન્યાય મળી રહ્યો નથી. મારા પતિના આપઘાત કેસ મામલે 7 દિવસમાં એન.પી.પટેલની ધરપકડ કરવામાં આવે નહીં તો હું સચિવાલયમાં જઈને આત્મહત્યા કરીશ.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news