પોલીસને કલંકિત કરતી ઘટના: PSIએ લગ્નની લાલચ આપી મહિલા ASI પર આચર્યું દુષ્કર્મ

સુરેન્દ્રનગરની ASI મહિલા પોલીસે પાટણના PSI આશિષકુમાર ડામોર સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર મચી છે.

પોલીસને કલંકિત કરતી ઘટના: PSIએ લગ્નની લાલચ આપી મહિલા ASI પર આચર્યું દુષ્કર્મ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરની ASI મહિલા પોલીસે પાટણના PSI આશિષકુમાર ડામોર સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. સુરેન્દ્રનગર શહેરમાં ASI તરીકે ફરજ બજાવતી યુવતીએ પાટણના PSI આશિષકુમાર સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ બેડામાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.મહિલા પોલીસનો આરોપ છે કે આશિષકુમારે પોતે અપરણિત હોવાનું કહી લગ્નની લાલચ આપી સુરેન્દ્રનગરના ગેસ્ટ હાઉસમાં જઈને મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારે હાલ તો આ અંગે ASI મહિલા પોલીસે સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં વધીરહ્યા છે દુષ્કર્મના કિસ્સાઓ 
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મના કિસ્સાઓ દિવસેને દિવસેને વધી રહ્યા છે. ત્યારે હવે રાજ્યની પોલીસ પણ તે અંગે ચિંતત છે. હવે રાજ્યની મહિલા પોલીસ પણ હવસનો શિકાર બની રહી છે. સુરેન્દ્રનગરની મહિલા પોલીસ અધિકારી પર પાટણના પીએસઆઇ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરવામાં આવતા પોલીસને કલંકિત કરતી ઘટના સામે આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news