2019માં અમારી સરકાર આવશે તો ગબ્બરસિંહ ટેક્સ દૂર કરી, રિયલ GST લાગુ કરીશું : રાહુલ ગાંધી
ગુજરાતમાં આજે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. તેમણે આજે વલસાડના ધરમપુરમાં જનઆક્રોશ રેલીને સંબોધન કરી હતી
Trending Photos
તેજશ મોદી/સુરત : ગુજરાતમાં આજે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. તેઓ આજે વલસાડના ધરમપુરમાં જનઆક્રોશ રેલીને સંબોધન કરશે. ધરમપુરમાં બપોરના સમયે કોંગ્રેસની જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે. ત્યારે રાહુલ ગાઁધીનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે. તેઓ સુરતથી હેલિકોપ્ટર દ્વારા ધરમપુર પહોંચ્યા હતા, જ્યાં તેમની સભામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.
- તમારું કામ તમારા મનની વાત કહેવાની છે, અને અમારું કામ તેને સાઁભળવાની છે. મેં કોંગ્રેસના તમામ નેતાઓને કહ્યું છે કે, તમે તમારા મનની વાત ન કહો, પણ જનતાના મનની વાત સાંભળો. ગુજરાતની જનતાએ મારો આદર કર્યો છે, તે વાતને હું જિંદગીભર નહિ ભૂલું. તે માટે દિલથી આભાર. તમે મને શક્તિ આપી, પ્રેમ આપ્યો, તેનાથી વધુ મોટી કોઈ વાત નથી. જ્યારે પણ મારી જરૂર હોય. જ્યારે ગુજરાત મને બોલાવશે, હુકમ કરશે, ત્યારે હું ગુજરાત માટે કામ કરવા તૈયાર છું...
- મારી એક ફરિયાદ છે કે તમે મને ગુજરાતમાં ઓછા લાવો છો. મારો ગુજરાત સાથે સંબંધ છે. મને ગુજરાતના લોકો, ખાવાનું સારું લાગે છે. તમારી જળ, જમીન રક્ષા કરવાનું અમારું કામ છે. હવે અમે એક ઐતિહાસિક કામ કરવા જઈ રહ્યા છે. કો્ંગ્રેસ પાર્ટી ભારતમાં ગેરેન્ટી ઈન્કમ કોન્સેપ્ટ લાવવા જઈ રહ્યું છે. જે અંતર્ગત તમામ ગરીબોના બેંક એકાઉન્ટમાં સીધા જ રૂપિયા નાંખશે. બજેટમાં પાંચ મિનીટમાં બોલીને ધડધડ તાળીઓ વગાડાઈ. પણ માલૂમ પડ્યું કે, નરેન્દ્ર મોદીએ ગરીબ ખેડૂતોને દિવસના સાડા ત્રણ રૂપિયા આપ્યા છે. એક પરિવારને 17 રૂપિયા. અને ભાજપના નેતા તાળીઓ વગાડે છે. અનિલ અંબાણીને 30 હજાર કરોડ રૂપિયા આપો છો, અને ખેડૂતને માત્ર 17 રૂપિયા. આ તો ખેડૂતનું અપમાન છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ હજારો કરોડો રૂપિયા માફ કરે છે, અને તમે 17 રૂપિયા આપીને તાળીઓ વગાડો છો. અમે રૂપિયા નાંખીશું, અને તાળીઓ તમે વગાડીશું.
- નોટબંધી કરી અને જીએસટી લગાડી બધાને બરબાદ કરી નાંખ્યા. દિલ્હીમાં 2019માં સરકાર આવશે, કોગ્રેસ ની સરકાર આવશે તો ગબ્બર સિંહ ટેક્સ દૂર કરી સાચા અર્થમાં જીએસટી લાગુ કરશે. એક સિમ્પલ ટેક્સ હશે, જે તમે કામ કરો છો, તે તમને મળશે.
- રાત્રે આઠ વાગ્યે અચાનક કહે છે નોટબંધી કરીએ છીએ. દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી નાંખ્યું. બધાને લાઈનમાં ઉભા રાખ્યા. હું ગુજરાતના નાના દુકાનદારોને પૂછીશ કે, શું તમે એ લાઈનમાં અનિલ અંબાણી કે કરોડપતિઓને ઉભા જોયા? એ લાઈનમાં ગુજરાતના નાના દુકાનદાર, ખેડૂતો, મજૂરો, ગરીબો હતા. હિન્દુસ્તાનના બધા ચોર બેંકના પાછળથી ધૂસ્યા અને કાળુ ધન સફેદ કરી દીધું. ગુજારતના નાના દુકાનદાર ખત્મ થઈ ગયા. હિન્દુસ્તાનના નાના દુકાનદાર ચોર, પણ અનિલ અંબાણી, વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી, બિઝનેસમેન.
- અમારા સમયમાં એવું હતું કે, પાંચ વર્ષમાં કારખાનુ ન બન્યું, તો જમીન પરત આપવામાં આવતી હતી. છત્તીસગઢમાં બસ્તર જિલ્લામાં જમીન પરત કરાઈ. આ કાયદાને ગુજરાત અને બાકી રાજ્યમાં નરેન્દ્ર મોદીએ રદ કર્યો. આ ભારતમાલા નહિ, પણ ભારત મારા પ્રોજેક્ટ છે. આદિવાસીઓના અવાજને કૂચળી ન શકાય.
- રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ખેડૂતોના દેવા માફ કર્યા. રૂપિયાની તંગી નથી. પણ અહીં અનેક પ્રોજેક્ટ ચાલે છે. બૂલેટ ટ્રેન, ભારતમાલા પ્રોજેક્ટ, એક્સપ્રેસ વે પ્રોજેક્ટ. જો તમે અનિલ અંબાણીને રાફેલ પ્રોજેક્ટ આપી શકો છો, તો તમારે ખેડૂતોને ન્યાય આપવો જોઈએ.
- તેમણે કહ્યું કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ કહે છે કે, ચોકીદાર કહે છે. આખો દેશ કહે છે ચોકીદાર ચોર છે. પણ આપણો વડાપ્રધાન એક શબ્દ નથી કહેતા. પણ લોકસભામાં જ્યારે તેઓ બોલે છે તો તમે તેમની આંખને જુઓ. ચહેરાને જુઓ. લોકસભામાં મેં ચાર સવાલ પૂછ્યા. મારી આંખમાં આંખ ન મિલાવી શક્યા, દોઢ કલાક ભાષણ કર્યું, ક્યારેય નીચે જોયું, ક્યાંક ઉપર-બાજુમાં જોયું. પણ જનતાની આંખમા આંખ મળાવીને જોઈ ન શક્યા. ચોરી માત્ર રાફેલમાં જ નથી થઈ. અહીં જમીન, જળ, જંગલનો મુદ્દો છે. આખા દેશમાં ખેડૂતો કહે છે કે અમારું વ્યાજ માફ કર્યું. બીજી તરફ, અનિલ અંબાણી, નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા, લલિત મોદી હજારો કરોડોનું કરી જાય છે. વડાપ્રધાને 15 લોકોનું સાડા ત્રણ લાખ કરોડનું વ્યાજ માફ કર્યું છે. પણ, ગુજરાતના આદિવાસી, ખેડૂતોનું કેટલું વ્યાજ માફ કર્યું તેમણે?
- રાહુલ ગાંધીએ સભાની શરૂઆતમાં લોકો પોસાથી ‘ચોકીદાર ચોર હૈ’નો નારો બોલાવ્યો
- સ્વાગત દરમિયાન મહિલાએ રાહુલ ગાંધીના ગાલ પર કરી કિસ
- રાહુલની સભામાં પ્રવચન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય મંગળભાઇ ગાવિતની જીભ લપસી. ભાજપના નેતાઓ માટે અપશબ્દો બોલ્યા.
- સભામાં ‘ચોકીદાર ચોર હૈ’ના પોસ્ટર્સ સાથે લોકો જોવા મળ્યા. ખેડૂતોનું પ્રતિક એવું ફાળિયુ રાહુલ ગાઁધીના માથા પર બાંધવામાં આવ્યું હતું
- ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાહુલ ગાંધી સ્ટેજ પર પહોંચ્યા. કોંગ્રેસના ટોચના નેતાઓ પરેશ ધાનાની, અર્જુન મોઢવાડિયા, રાજીવ સાતવ સહિતના અનેક નેતાઓ મંચ પર ઉપસ્થિત રહ્યા. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા નેતાઓ પણ સ્ટેજ પર જોવા મળ્યા.
- હેલિકોપ્ટરથી ઉતરેલા રાહુલ ગાઁધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અતિ મહત્વની એવી વલસાડ બેઠક પરથી રાહુલ ગાઁધી ગુજરાતમાં ચૂંટણીના શ્રીગણેશ કરવાના છે. કોંગ્રસ માટે હંમેશાથી વલસાડની બેઠક મહત્વની રહી છે.
- લોકોમાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી માટે પણ ઉત્સાહ જોવા મળ્યો. લોકો પાસે પ્રિયંકા ગાંધીના માસ્ક પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે