બજારમાં હોઇ શકે છે 2000, 500, 200 રૂપિયાની નકલી નોટ, આ રીતે કરો અસલી નોટની ઓળખ
Trending Photos
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મોહેં ગામમાં એક કરોડની નકલી નોટ મળી છે. ગામના ખેતરમાં નકલી નોટો સંતાડવામાં આવી હતી. રેડ દરમિયાન 2000, 500 અને 200 રૂપિયાની નકલી નોટોને મળી આવી હતી. ગત કેટલાક સમયથી સતત નકલી નોટોના સમાચાર આવી રહ્યા છે. આશંકા છે કે બજારમાં પણ તેનું સર્કુલેશન થઇ શકે છે. બજારમાં ચલણમાં હાજર નવી નોટોના ક્લોન જરૂર હોઇ શકે છે. એવામાં જરૂરી છે કે નવી નોટોની ઓળખને લઇને તમારી પાસે પુરતી જાણકારી હોય.
શું છે 2000 ની નોટની સાઇઝ
2000 ની નોટનો બેસ કલર મેજેંટા છે અને તેની સાઇ 66x166 મિમી છે. નોટની ફ્રંટ સાઇડ પર મહાત્મા ગાંધી અને પાછળની તરફ મંગળયાનનો ફોટો લાગેલો છે.
500ની નવી નોટની શું છે સાઇઝ
500 ની નવી નોટનો રંગ, થીમ, ડિઝાઇન અને સિક્યોરિટી ફીચર જૂની નોટની તુલનામાં અલગ છે. 500ની નવી નોટનો આકાર 63x1500 મિમી છે. આ નવા કલરમાં છે જે સ્ટોન ગ્રે છે. તેની થીમ દિલ્હીના લાલ કિલ્લા પર આધારિત છે. સ્વચ્છ ભારત અભિયાનનો લોકો લાગેલો છે.
આ રીતે કરો 2000ની અસલી નોટની ઓળખ
2000 રૂપિયાની નોટમાં અસલી-નકલીમાં 3 મોટા ફરક છે
1.
સિક્યોરિટી થ્રેદ પર ભારત, RBI અને 2000 લખેલું છે. નોટને હળવેથી વાળતાં આ થ્રેડનો કલર લીલા કલરમાંથી વાદળી થઇ જાય છે. ફોટામાં પણ તમને દેખાશે કે કેવી રીતે નોટનો રંગ બદલાઇ જાય છે. પ્રકાશમાં રાખશો તો તે સ્પષ્ટ દેખાશે.
PAN કાર્ડમાં નામ ખોટું છપાયું હોય તો ઘરે બેઠા સુધારો, આ છે તેના સરળ 4 STEPS
2.
મહાત્મા ગાંધીનો વોટરમાર્ક અસલી નોટ પર હળવા પ્રકાશ અથવા લાઇટના પ્રકાશમાં જોતાં તે સ્પષ્ટ દેખાશે. પરંતુ નકલી નોટમાં વોટરમાર્ક બનાવવો સંભવ નથી. એટલા માટે નકલી નોટમાં આ વોટરમાર્ક દેખાશે નહી.
તમારા ઇશાર પર ચાલશે સિલાઇ મશીન, ઉષાએ લોન્ચ કર્યું વાઇ-ફાઇ મશીન
3.
નોટની નીચેની તરફ ડાબી તરફ એક નાનું બોક્સ દેખાશે. આ બોક્સને અલગથી ડાર્ક બનાવવામાં આવ્યું છે. નોટ હાથમાં આવતાં આરામથી તેને જોઇ શકાય છે. ફોટામાં જોતાં ખબર પડશે કે તેને થોડી વાળતાં તેમાં લખેલ નોટનું મૂલ્ય જોવા મળશે. જ્યારે નકલી નોટમાં આ માર્ક દેખાશે નહી. સાથે જ નકલી નોટમાં આ બોક્સ અસલીના મુકાબલે થોડું લાંબુ દેખાશે.
આ પણ છે કેટલાક માર્ક
દેવનાગરીમાં નોટનું મૂલ્ય સ્પષ્ટ દેખાશે
ગેરેંટી ક્લોઝ, ગર્વનરની સિગ્નેચર, પ્રોમિસ ક્લોઝ અને આરબીઆઇનો લોકો જમણી તરફ છે.
દ્વષ્ટિહીન માટે મહાત્મા ગાંધીનો ફોટો, અશોક સ્તંભનું પ્રતિક, બ્લીડ લાઇન અને ઓળખ ચિહ્ન ઉપસેલા બનાવવામાં આવ્યા છે.
જૂની નોટની તુલનામાં મહાત્મા ગાંધીનો ફોટો ઓરિએંટેશન અને પોઝિશન થોડી અલગ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે