રેલવેમાં મુસાફરી કરતા હોય તો આવા પ્રેમી પંખીડાથી ચેતજો! એક બીજાને મળવાના બહાને ટ્રેનમાં જ...
રેલવે પોલીસની કસ્ટડીમાં દેખાતા આ બન્ને પ્રેમી પંખીડાઓના નામ વિક્રમ ગાંગડિયા અને ગીતા દેવીપુજક છે. રેલવે LCB એ રાજસ્થાનના જયપુરમાં રહેતા વિક્રમ ગાંગડીયા અને મુંબઈની ગીતા દેવીપુજકની ધરપકડ કરી છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની નજર ચૂકવીને રોકડ રકમ અથવા તો દાગીનાની ચોરી કરતા પ્રેમી પંખીડાની રેલવે LCB પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા યુવક યુવતી લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં છે અને બન્ને અલગ અલગ રાજ્યોમાં રહેતા હોવાથી ટ્રેનમાં એક બીજાને મળવા આવતા અને ટ્રેનમાં મોકો મળતા જ કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા.
રેલવે પોલીસની કસ્ટડીમાં દેખાતા આ બન્ને પ્રેમી પંખીડાઓના નામ વિક્રમ ગાંગડિયા અને ગીતા દેવીપુજક છે. રેલવે LCB એ રાજસ્થાનના જયપુરમાં રહેતા વિક્રમ ગાંગડીયા અને મુંબઈની ગીતા દેવીપુજકની ધરપકડ કરી છે. બંને આરોપીઓ અલગ અલગ રાજ્યમાં રહેતા હોવાથી એકબીજાને મળવા માટે રેલવેમાં મુસાફરી કરતા હતા અને મુસાફરી દરમિયાન જે પણ વૃદ્ધો અને આધેડ વ્યક્તિઓ દાગીના કે રોકડ રકમની મુસાફરી કરતા આરોપીઓને દેખાતા નજર ચૂકવીને ચોરીને અંજામ આપતા હતા.
અમદાવાદના મોટેરા ખાતે રહેતા ઉષાબેન ધારીવાલ થોડાક દિવસો પહેલા મુંબઈ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ મુસાફરી કરતા હતા. તે સમયે ટ્રેનમાં બેસતા વખતે ભીડનો લાભ લઈ તેમના પાકીટમાં મુકેલા દાગીનાની ચોરી થઈ હતી.જેમાં સોનાનો હાર, બિસ્કીટ સહિત મંગળસૂત્ર મળીને ₹4.61 લાખની કિંમતના દાગીના ચોરી થતા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે ઘટના સમયના CCTV ફૂટેજ અને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી.
આ મામલે રેલવે LCB એ સારંગપુરમાં આવેલી શિવગંગા હોટલમાંથી ઘટના સમયના CCTV ફૂટેજમાં દેખાતા શંકાસ્પદ યુવક યુવતી મળી આવ્યા ગુનાનો ભેદ ઉકેલવામાં મદદ મળી અને પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ કરતાં સામે આવ્યુ કે મહિલા આરોપીનો પતિ થોડાક સમય પહેલા અવસાન પામ્યો હોય પતિના મિત્ર સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો અને અવારનવાર તેઓ મુલાકાત કરતા હતા. આ ગુનામાં ઝડપાયેલા આરોપીઓમાં વિક્રમ દેવીપૂજક જયપુરમાં કાપડનો ધંધો કરતો હોય અને મહિલા આરોપી ગીતા વાઘેલા મુંબઈમાં ફુલની લે વેચનું કામ કરતી હોવાનું કબૂલાત કરી છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓએ અગાઉ કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે