ગુજરાતમાં મેઘમહેર, આજે 206 તાલુકાઓમાં પડ્યો વરસાદ, કેશોદ અને ખંભાળિયામાં આઠ-આઠ ઈંચ
ગુજરાતમાં આજે સારો વરસાદ પડ્યો છે. રાજ્ય સરકારના આંકડા પ્રમાણે આજે 208 તાલુકામાં વરસાદ થયો છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસુ જામી ગયું છે. વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે તો ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. રાજ્યમાં રાત્રે 8 કલાક સુધીમાં 208 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જૂનાગઢ, દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના કેશોદ અને દ્વારકાના ખંભાળિયામાં પડ્યો છે. આ બંને જગ્યાએ આઠ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.
રાજ્યના 208 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે. ગઈકાલ બાદ આજે પણ સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળ્યો છે. રાજ્યના 208 તાલુકામાં આજે વરસાદ પડ્યો છે. કેશોદ, ખંભાળિયા અને વંથલીમાં આઠ-આઠ ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 81 તાલુકા એવા છે જ્યાં એક ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. 17 તાલુકા એવા છે જ્યાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં કૃષ્ણનગર અને નિકોલમાં ગોઠણસમા પાણી ભરાયા, વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન#raining #GujaratRains #rain #monsoon #ahmedabad #news #zee24kalak pic.twitter.com/P6iiCjeAqT
— Zee 24 Kalak (@Zee24Kalak) July 1, 2024
આ સિવાય વાત કરવામાં આવે તો રાજકોટ, ગીર સોમનાથ, નવસારી, સુરત સહિત અન્ય જિલ્લામાં પણ સારો વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકામાં તો ચાર-પાંચ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. આ સિવાય અમરેલી, મોરબી, પોરબંદર, તાપી, જામનગર સહિત અન્ય જિલ્લામાં વરસાદનું આગમન થયું છે.
જૂનાગઢ જિલ્લામાં ઠેર-ઠેર વરસાદ
જૂનાગઢના કેશોદ અને વંથલીમાં આઠ-આઠ ઈંચ, જૂનાગઢ શહેરમાં સાત ઈંચ, મેંદરડામાં છ ઈંચ, માળિયા હાટિનામાં સવા પાંચ ઈંચ વરસાદ થયો છે. તો દ્વારકાના ખંભાળિયામાં 8 ઈંચથી વધુ અને જામ કલ્યાણપુરમાં 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. દ્વારકામાં પણ સવા ચાર ઈંચ વરસાદ થયો છે.
આગામી પાંચ દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે...દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ધોધમાર વરસાદ રહેશે...ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે...ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં અપેક્ષા કરતાં આ વર્ષે ઘણો ઓછો વરસાદ પડ્યો...ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો...આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તેની પર એક નજર કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં ફરી શરૂ થયો ધોધમાર વરસાદ, રસ્તાઓ બન્યા જળમગ્ન...#raining #GujaratRains #rain #monsoon #sabarkantha #news #zee24kalak pic.twitter.com/KoXrL4Cdvv
— Zee 24 Kalak (@Zee24Kalak) July 1, 2024
અંબાલાલે પણ કરી વરસાદની આગાહી
ગુજરાતમાં બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે...સાયકલોનિક સર્ક્યુલેશનન અને લો પ્રેશરના લીધે જુલાઈમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવ છે...પાંચથી 12 જુલાઈએ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે...તો અષાઢી બીજે રથયાત્રાના દિવસે સાંજન સમયે સારો વરસાદ આવશે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે...ઉલ્લેખનીય છે કે 12થી 14 જુલાઈએ પશ્ચિમ ધાટથી આવતો પવન ગુજરાતમાં વરસાદ લાવશે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે