RAJKOT: નૂપુર શર્માના ખભે બંદુક મુકી દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ? રોજેરોજ નમાજ બાદ એકાદુ શહેર ભડકે બળે છે

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માના નિવેદન અંગે હવે ધીરે ધીરે ગુજરાતમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ તઇ ચુક્યાં છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ હવે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. શહેરના રૈયા રોડ ખાતે આવેલા આઝાદ ચોકના રસ્તા પર એરેસ્ટ નૂપુર શર્મા લખેલા અસંખ્ય પોસ્ટર રસ્તા પર ચોંટાડાયા હતા. કિસાનપરા ચોક અને આમ્રપાલી અંડરબ્રિજનમાં પણ પોસ્ટર લગાવાયા હતા. નુપુર શર્માની તસ્વીર પર જુત્તુ હોય તે પ્રકારના પોસ્ટરો હાલ લગાવાયા છે. 
RAJKOT: નૂપુર શર્માના ખભે બંદુક મુકી દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ? રોજેરોજ નમાજ બાદ એકાદુ શહેર ભડકે બળે છે

રાજકોટ : ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માના નિવેદન અંગે હવે ધીરે ધીરે ગુજરાતમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ તઇ ચુક્યાં છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ હવે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. શહેરના રૈયા રોડ ખાતે આવેલા આઝાદ ચોકના રસ્તા પર એરેસ્ટ નૂપુર શર્મા લખેલા અસંખ્ય પોસ્ટર રસ્તા પર ચોંટાડાયા હતા. કિસાનપરા ચોક અને આમ્રપાલી અંડરબ્રિજનમાં પણ પોસ્ટર લગાવાયા હતા. નુપુર શર્માની તસ્વીર પર જુત્તુ હોય તે પ્રકારના પોસ્ટરો હાલ લગાવાયા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, નુપૂર શર્માએ જે કહ્યું અને જે કર્યું તે સાચુ કે ખોટું છે તે કોર્ટમાં નક્કી થશે પરંતુ હાલ હવે આને મુદ્દો બનાવીને ગુજરાત સહિત સમગ્ર દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં તબક્કાવાર તોફાનો કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના અમદાવાદ બાદ સુરત અને વડોદરામાં પ્રદર્શન થયા અને હવે રાજકોટ અને આણંદ સહિતના અનેક સ્થળો પર વિરોધ પ્રદર્શનો તબક્કાવાર રીતે થઇ રહ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના હુસૈની ચોકમાં પોસ્ટર લગાવવામાં આવ્યા ત્યારે રૈયારોડ અને નેહરૂનગર નજીક પોસ્ટર લાગ્યા હતા. જો કે હુશૈની ચોક પર પોસ્ટર લગાડનારા 5 ને પોલીસે ઝડપી લીધા છે. હાલ આ પોસ્ટર વોર તમામ શહેરોમાં ચલાવાઇ રહી છે. નમાજ બાદ અને ખાસ કરીને જુમ્માની નમાજ બાદ દેશા અલગ અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શનના નામે તોફાની તત્વો દ્વારા કાયદાને હાથમાં લેવાના પ્રયાસો કરવામા આવી રહ્યા છે. જો કે યુપીમાં કડકાઇથી કાયદાનું ભાન કરાવાઇ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news