દેવાયત ખવડ સહિત 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર, ખવડના વકીલે કોર્ટમાં કહ્યું, 'ગુજરાતમાં FIRની કોપી કાઢવામાં 2-3 દિ' થાય છે...'

આજે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 3 આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

દેવાયત ખવડ સહિત 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર, ખવડના વકીલે કોર્ટમાં કહ્યું, 'ગુજરાતમાં FIRની કોપી કાઢવામાં 2-3 દિ' થાય છે...'

ગૌરવ દવે/રાજકોટ: લોકસાહિત્યકાર દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે અને આજે તેમના સાથીઓ પણ પોલીસ સમક્ષ હાજર થયા છે. હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ હાજર થયા છે. ત્યારે આજે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 3 આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે દેવાયત અને અન્ય બે આરોપીઓને પોલીસ પકડી શકી નહોતી. જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા હતા.

પરંતુ લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તપાસનિશ અધિકારી એ ડિવિઝનના પીઆઈએ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. દેવાયત સામે અગાઉ પણ ગુનો નોંધાયેલ છે તેનો ઉલ્લેખ પોલીસે કોર્ટમાં કર્યો હતો. બીજી બાજુ દેવાયત ખવડના વકીલ ઉત્કર્ષ દવેએ દલીલો કરી હતી. રિમાન્ડની માગણી સામે વાંધો રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને કહ્યું કે, આગોતરા અરજી મૂકી હતી એને નાસ્તા ફરતા કઈ રીતે કહી શકાય. દેવાયતના વકીલે આખી એફઆઈઆર વાંચી ઉલ્લેખ કર્યો હતો.

દેવાયત ખવડના વકીલ ઉત્કર્ષ દવે એ કોર્ટમાં દલીલ
દેવાયત ખવડના વકીલ ઉત્કર્ષ દવે એ કોર્ટમાં દલીલો કરી હતી કે રિમાન્ડની માંગણી સામે વાંધો રજૂ કર્યો. સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને કહ્યું કે આગોતરા અરજી મૂકી હતી આને નાસ્તા ફરતા કહી રીતે કહી શકાય. દેવાયતના વકીલે કોર્ટમાં એફઆઈઆર વાંચી હતી. મયુરસિંહ રાણા એ જે લખાવ્યું હતું તે આખી ફરિયાદ જજ સામે વાંચી હતી. જેમાં 307 કલમ સામે વાંધો લીધો હતો. ચપ્પુ માર્યું હોય તો હત્યાનૉ પ્રયાસનૉ ગુનો લાગતો નથી. મારે માત્ર 307ની કલમનૉ જ વાંધો છે.દેવાયત ખવડના વકીલે હાઇકોર્ટના ચુકાદાને ટાક્યો હતો. તેમણે જણાવ્યું કે, દેવાયત પોલીસ સામે પાંચમાં દિવસે રજૂ થયા છે તો આગોતરા રજૂ કરી હતી. પરંતુ પોલીસને રિમાન્ડ ગ્રાઉન્ડ સામે વાંધો છે. 

દેવાયત ખવડ કેસમાં સરકારી વકીલની ધારદાર દલીલ
દેવાયત ખવડ કેસમાં સરકારી વકીલે ધારદાર દલીલ કરી હતી. તેમણે જણાવ્યું કે દેવાયત ખવડને મીડિયા ટ્રાયલને કારણે પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું. JMFC કોર્ટના જ્જ વાઘવાણી સાહેબે કહ્યું, મીડિયા ટ્રાયલ પછી પહેલા વકીલ ટ્રાયલ થશે. દેવાયત ખવડ જે કારમાં આવ્યા હતા તેમાં પહેલેથી જ લોખંડના પાઇપ હતા, જેનો અર્થ હુમલો કરવાના ઉદ્દેશથી જ આવ્યા હતા. સરકારી વકીલે દેવાયત ખવડ ફરાર હતા તેવી દલીલ કરી હતી. જેના જવાબમાં દેવાયત ખવડના વકીલ ઉત્કર્ષ દવેએ ફરાર નહિ પણ આગોતરા જામીન અરજી સહિતની પ્રક્રિયામાં હતા તેવો કોર્ટ સમક્ષ જવાબ આપ્યો.

મહત્વનું છે કે, દેવાયત ખવડના વકીલે કોર્ટ સમક્ષ કહ્યું કે ગુજરાતમાં FIRની કોપી કાઢવામાં જ બે થી ત્રણ દિવસનો સમય લાગી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news