રાજકોટમાં IT ના મેગા સર્ચ ઓપરેશનમાં 100 કરોડથી વધુનાં બેનામી વ્યવહાર પકડાયા
44 સ્થળો પર તપાસ કરવામાં આવી અને ઓપરેશન દરમિયાન 10.05 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા, 22 લોકર સીલ કરવામાં આવ્યા
Trending Photos
રાજકોટઃ રાજકોટમાં આઇટી વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડર્સ અને ફાઈનાન્સર્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આઈટીએ 44 સ્થળે કરેલી તપાસમાં રૂ.10.05 કરોડ રોકડ રકમ જપ્ત કરી છે અને 22 લોકર સીલ કરવામાં આવ્યા છે.
રાજકોટમાં IT વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલું મેગા સર્ચ ઓપરેશન પુરું થયું છે. બિલ્ડરો અને ફાઈનાન્સરોને ત્યાં કરવામાં આવેલી તપાસમાં આઈટી વિભાગના 100 કરોડથી વધુની રકમના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા. ઓપરેશન દરમિયાન મળી આવેલી રોકડ રકમ જોઈને આઈટીનાં અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
આઈટીના સર્ચ ઓપરેશનમાં બિલ્ડર્સ કરતાં ફાયનાન્સરો પાસેથી વધુ રોકડ રકમ મળી આવી હતી. આઈટી તપાસમાં મોરબીના શ્રી વિનાયક ફાયનાન્સમાંથી 4.25 કરોડ, સ્વસ્તિક ફાયનાન્સમાંથી 3.08 કરોડ અને કિસાન ફાયનાન્સમાંથી 1.05 કરોડની રોકડ રકમ મળી આવી હતી. આઈટી દ્વારા 22થી વધુ લોક સીલ કરવામાં આવ્યા છે.
આઈટીનાં અધિકારીઓએ જણાવ્યું કે, તમામ બેનામી વ્યવહારોની તપાસ કરાયા પછી તેના પર ટેક્સની ગણતરી કરવામાં આવશે. જે કોઈ દોષિત હશે તેની પાસેથી 100થી 300 ટકા જેટલી પેનલ્ટી વસુલવામાં આવશે. આવતા અઠવાડિયે સીલ કરાયેલા તમામ લોકર ખોલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમાં પણ જો કોઈ બેનામી વ્યવહાર સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે