રાજકોટમાં BRTS બસના ભાડામાં આજથી તોતિંગ વધારો, કેટલાક રુટ પર રીક્ષા કરતા પણ વધુ ભાડું વસૂલશે

BRTS bus fare Hike : રાજકોટમાં BRTSની મુસાફરી કરવી બની મોંઘી...જાહેરાત વિના જ મહાનગરપાલિકાએ ભાડામાં કર્યો દોઢ થી બે ગણો વધારો...ભાવ વધારાથી મુસાફરોમાં નારાજગી...

રાજકોટમાં BRTS બસના ભાડામાં આજથી તોતિંગ વધારો, કેટલાક રુટ પર રીક્ષા કરતા પણ વધુ ભાડું વસૂલશે

Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : રાજકોટમાં BRTSની મુસાફરી મોંઘી બની છે. માધાપર ચોકડીથી લઈને ગોંડલ ચોકડી સુધીના રૂટની મુસાફરી મોંઘી બનાવી દેવાઈ છે. રાજકોટ મનપાએ જાહેરાત કર્યા વિના જ ભાડામાં દોઢાથી ડબલ ગણો ભાવ વધારો ઝીંક્યો છે. કેટલાક રૂટમાં દોઢ ગણો તો અમુક રૂટમાં ડબલ ગણો ભાવ વધારો ઝીંકી દેવાયો છે. ગોંડલ ચોકડી થી માધાપર ચોકડીનું પહેલા ભાડું ૧૫ રૂપિયા હતું, જે હવેથી વધારી 25 કરાયું છે. જ્યારે કે, ટૂંકા રૂટનું ભાડું ૭ રૂપિયા વસૂલાતું હતું તે 15 રૂપિયા કરાયું છે. આ તોતિંગ ભાવ વધારાથી મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે. છુટા રૂપિયાની રોજ થતી સમસ્યાને લીધે ભાડું વધારો કરવામાં આવ્યાનું સીટી બસ સેવાનું બહાનું બતાવાયું છે. પરંતું આ ભાવ વધારો બીઆરટીએસમાં રોજ મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે આકરો સાબિત થઈ શકે છે. 

રાજકોટમાં બીઆરટીએસ સવારી એકાએક મોંઘી બનાવી દેવાઈ છે. ઓટો રીક્ષા કરતા બીઆરટીએસનું ભાડું વધારે કરી દેવાયું છે. માધાપર ચોકડીથી ગોંડલ ચોકડીના ઓટો રીક્ષામાં હાલમાં 20 રૂપિયા ભાડું ચાલી રહ્યું છે. જેની સામે બીઆરટીએસમાં 25 રૂપિયા કરાયા છે. માધાપર ચોકડીથી લઈને ગોંડલ ચોકડી સુધીના રૂટની મુસાફરી મોંઘી બની છે. 

બીઆરટીએસમાં દરરોજના લાખો લોકો મુસાફરી કરે છે. પરંતું રાજકોટ મનપાએ જાહેરાત કર્યા વિના જ ભાડામાં દોઢા થી ડબલ ગણો ભાવ વધારો કર્યો છે. કેટલાક રૂટમાં દોઢ ગણો તો અમુક રૂટમાં ડબલ ગણો ભાવ વધારો ઝીંકી દેવાયો છે. ગોંડલ ચોકડી થી માધાપર ચોકડીનું પહેલા ભાડું ૧૫ રૂપિયાથી વધારી 25 રૂપિયા કરાયું થે, જ્યારે ટૂંકા રૂટનું ભાડું ૭ રૂપિયા વસૂલાતું હતું તે વધારીને 15 રૂપિયા કરાયું છે. આ ભાવ વધારાથી મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે. જોકે, મનપાએ છુટા રૂપિયાની રોજ થતી સમસ્યાને લીધે ભાડું વધારો કરવામાં આવ્યાનું કારણ આપ્યું છે. પરંતું બીઆરટીએસમાં સૌથી વધુ અપ-ડાઉન કરતા વિદ્યાર્થી અને નોકરિયાતનું બજેટ ખોરવાયું.

મહત્વનું છે કે BRTSમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો મુસાફરી કરે છે. હવે બસના ભાડામાં વધારો કરવામાં આવતાં તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. મનપાએ કોઈપણ પ્રકારની જાહેરાત કર્યા વિના જ ભાડામાં વધારો કરી દેતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news