રાજકોટ રાજવી પરિવાર મિલ્કત વિવાદ: બકરૂ કાઢવા જતા ઉંટ પેઠું વધારે એક દાવેદારે ઠોક્યો દાવો
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ : શહેરના રાજવી પરિવારમાં મિલકત વિવાદ ધેરો બન્યો છે. 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજાનાં કૌટુંબિક ભત્રીજા રણસુરવીરસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેને તેમના પરિવારને અન્યાય થયો હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ પ્રાંત અધિકારી સહિતનાં અધિકારીઓએ રૂપિયા 10 કરોડની માગ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે. રણસુરવીરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2016માં મામલતદાર કચેરીના અધિકારી કે. કે. જાડેજાએ 10 કરોડ માગ્યા હતા તેમજ પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ ભ્રષ્ટાચાર કર્યો હતો.
આ માટે તેમના દ્વારા 10 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જવાબદાર અધિકારીઓ સમક્ષ કાર્યવાહી કરવા માંગ કરી છે. તો બીજી તરફ પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ પત્રકાર પરિષદ કરી ખુલ્લાસો કર્યો હતો કે, માંધાતાસિંહના કૌટુંબિક ભત્રીજા રણસુરવીરસિંહએ લગાવેલા આક્ષેપ પાયા વિહોણા છે. ખોટા આક્ષેપ કરતા તેની સામે લીગલ એડવાઈઝરની મદદ લઈ કાર્યવાહી કરવા સલાહ લેવામાં આવશે. બંને પક્ષના કોઈ પક્ષકાર ક્યારેય મને મળવા નથી આવ્યા અને આજે સીધા આક્ષેપ કરવામાં આવ્યા સાચું કેવી રીતે માનવું? રૂપિયાનો આક્ષેપ વર્ષ 2016માં થયાની વાત છે. જ્યારે મારૂ પોસ્ટીંગ જ રાજકોટમાં વર્ષ 2019 ડિસેમ્બરમાં કરવામાં આવ્યું છે.
જો કે આ કેસમાં હજું સુધી એક પણ હિયરીંગ પણ કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, રણસુરવીરસિંહ જાડેજાએ કરેલી અરજી મુજબ, માધાપર વિડીની જમીન મહારાજા સ્વ.પ્રદ્યુમ્નસિંહજી લાખાજીરાજ જાડેજાને તેમના વડીલો પાસેથી 685 એકર 15 ગુંઠા વીડીની જમીન પૂર્વજો પાસેથી મળી હતી. જે વડીલો પાર્જિત અને સંયુક્ત કુટુંબની મિલકત છે. તેમાં પ્રદ્યુમ્નસિંહજીના વારસદારોનો વણ વહેંચાયેલો હિસ્સો છે. કારણ કે, તેના મીટ્સ એન્ડ બાઉન્ડ્સના આધારે ભાગ પડ્યા નથી. પ્રદ્યુમ્નસિંહેએ સ્વ.મનોહરસિંહની તરફેણમાં વિલ કરી આપ્યું હતું પણ મનોહરસિંહજીએ આ વીલનું પ્રોબેટ અથવા લેટર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન કોર્ટથી મેળવેલું નથી અને તેથી સ્વ.મનોહરસિંહનો કોઇ હક્ક કે અધિકાર આ પ્રોપર્ટી પર સ્થાપિત થતો નથી. તેમ છતાં પણ અધિકારીઓએ માંધાતાસિંહ જાડેજા અને પરિવારનાં નામે મિલ્કત કરવામાં આવી છે. જેને લઇને પ્રાંત 1 અધિકારીઓની કોર્ટમાં કેસ કરવામાં આવેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે