RAJKOT: શાળાઓ બંધ રહેતા બાળકોની મન:સ્થિતી કથળી, ખુબ જ તણાવમાં રહે છે

કોરોના કાળને કારણે સ્કૂલો બંધ રહેતા હવે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધ્યું છે. જેના માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ઉજાસ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે. 

RAJKOT: શાળાઓ બંધ રહેતા બાળકોની મન:સ્થિતી કથળી, ખુબ જ તણાવમાં રહે છે

ગૌરવ દવે/ રાજકોટ : કોરોના કાળને કારણે સ્કૂલો બંધ રહેતા હવે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધ્યું છે. જેના માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ઉજાસ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થી પોતાને આવતા વિચારો રજૂ કરી શકે છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ફરી એક વખત ફિઝિકલ શિક્ષણ બંધ કરવામાં આવ્યુ છે. જોકે છેલ્લા 1 વર્ષ થી સ્કૂલો નિયમિત ન હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં એકેડેમિક લર્નીંગ લોસ, માનસિક તણાવ અને તેને લીધે બાળકો નોન-રિસપોન્સિવ થઈ ગયા છે. તેવું મોટા ભાગના શિક્ષકોનું નિરિક્ષણ રહ્યું છે. કોઇ પણ શાળાઓના વર્ગખંડમાં લાઇવ પહેલા જેવું વાતાવરણ જોવા નથી મળતું તેવું શિક્ષકો અને સંચાલકો દ્વારા અનુભવવામાં આવી રહ્યું હતું. આ માટે બાળકોનું મનોવિજ્ઞાનના નિષ્ણાતો દ્વારા કાઉન્સેલિંગ થવું જોઇએ તેવો અભિપ્રાય વર્તાતા, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન સાથે એક એમ.ઓ.યુ કરી ’ઉજાસ’ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓનું શહેરના અલગ-અલગ ઝોનમાં ૧૩ શાળાઓમાં કાઉન્સેલિંગ સેન્ટરો શરુ કરાશે.

આ અંગે વધુ વિગત આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના હેડ યોજેશ જોગસણે જણાવ્યું હતું કે, તબક્કાવાર રાજયમાં શાળાઓ શરુ થતા જીલ્લાની શાળાના શિક્ષકો અને શાળા સંચાલકોએ અનુભવ્યું કે કોરોના કાળમાં અભ્યાસ ખુબ ડિસ્ટર્બ થયો અને માનસિક તણાવયુકત રહ્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ ઓનલાઇસ અભ્યાસ કર્યો હોવા છતાં માનસિક પડી ભાંગ્યા છે અને 1 વર્ષનો ડ્રોપ લેવાનું વિચારી રહ્યા છે. જ્યારે એક કિસ્સામાં તો મોબાઈલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગેઇમ્સ વધુ રમતા હોવાનું સામે આવ્યું હતું. આ લર્નીંગ લોસ દુર કરવા કે તેનો સેતુ રચવા, વિદ્યાર્થીઓનો રિસપોન્સ ખુબ જરુરી છે. તેઓએ પોતાની અભિવ્યક્તિ જાહેર કરવી પડે. તેમની તકલીફો જણાવવી પડે.

આમ તો આ બાબત માતા-પિતા પણ સારી રીતે કરી શકે પરંતુ આ અભ્યાસને લગતી બાબત હોય શાળાના અનુભવી, સિનિયર અને પોઝીટીવ શિક્ષકો દ્વારા થાય તો તે વધુ કારગત નિવડે. આ માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદેદારોએ મનોમંથન કર્યા બાદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન સાથે એક એમ.ઓ.યુ. કરાર કરવામાં આવ્યો છે અને ’ઉજાસ’ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે. રાજકોટ માં 13 સેન્ટર પર ત્રણ મહિના સુધી રોજ બે કલાક 'ઉજાસ' કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે. ૧૩ કાઉન્સેલિંગ સેન્ટરમાં જે-તે ઝોનમાંથી પસંદ કરાયેલ ૩૬ સિનિયર શિક્ષકો અને મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓની ટીમ બનાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news