ઓનલાઇન સમલૈંગિકતાની સર્વિસ પ્રોવાઇડ કરવાના નામે લૂંટ ચલાવતી ગેંગની ધરપકડ
ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સમલૈંગિક લોકોને સર્વિસ પ્રોવાઈડ કરવાના નામે લૂંટ કરતી ગેંગનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ ગેંગના 5 સાગરીતોને દિલ્હીથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી અંદાજે 1 લાખથી વધુનો મુદામાલ પણ કબજે કર્યો છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સમલૈંગિક લોકોને સર્વિસ પ્રોવાઈડ કરવાના નામે લૂંટ કરતી ગેંગનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ ગેંગના 5 સાગરીતોને દિલ્હીથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી અંદાજે 1 લાખથી વધુનો મુદામાલ પણ કબજે કર્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આંતરરાજ્ય લૂંટ કરતી ટોળકીનાં 5 સાગરીતોને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓ અજય શર્મા ,રાજ શર્મા,વિજય શર્મા,મુકુલ શર્મા અને જોની સોની લોકોને લાલચ ઠગવાનું કામ કરતા હતા. તે માટે પોતાની અલગ જ મોડેશ ઓપરેન્ડી વાપરી ઓનલાઈન વેબસાઇટમાં સમલૈંગિક સબંધ ધરાવતા ઇચ્છતા લોકોના ઘરે જઈ લુંટવાનું કામ કરતા હતા.
રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી બોલ્યા ભાજપને જ ગાળો, ઓડિયો ક્લિપ વાયરલ
આરોપીઓ પોતે હોમો સેક્સ્યુઅલ પ્રવૃત્તિમાં હોવાનું કહી ઈચ્છુક લોકોનાં ઘરે જતા અને બાદમાં મારામારી કરી ઘરમાં પૈસા સહિત તમામ ચીજવસ્તુઓ પડાવી ફરાર થઈ જતા હતા. પોલીસની પ્રાથમિક પુછપરછ દરમ્યાન આરોપીઓએ અત્યાર સુધી અનેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા હોવાનું ખુલ્યું છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે તેમને દિલ્હીનાં નોઈડા ખાતેથી પકડી લુંટ કરેલ સાત કાંડા ઘડિયાળ ,મોબાઈલ ફોન અને એક પાવર બેંક તથા ભારતીય ચલણના રોકડ, અમેરિકન ડોલર 55 અને નેપાળ ચલણ 20 સહિતની ચીજવસ્તુઓ કબજે કરી છે.
નર્મદા ડેમ સંપૂર્ણ એટલે 138.68 મીટર સુધી ભરાય તો ગુજરાતને શું થશે ફાયદો
ઝડપાયેલા આરોપીઓએ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં અનેક રાજ્યોની અંદર પ્રમાણે લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં ગાજીયાબાદ, નોઈડા ,કોટા, ઇન્દોર ,મથુરા ,બેંગ્લોર, વડોદરા અને અમદાવાદમાં ગ્રાહકોને લૂંટવામાં આવ્યા હોવાની કબુલાત કરી છે. ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પ્રેમ શોધતા લોકો માટે આ કિસ્સો આખ ઉઘાડતો છે.
સુરત: કોસંબા પાસે કેમિકલ ભરેલા ટ્રકનો અકસ્માત, આગ લાગતા ડ્રાઇવર જીવતો સળગ્યો
ઓનલાઈન વેબસાઇટ અને એપ્લિકેશન મારફતે પ્રેમ અને સબંધ બાંધવા ઇચ્છતાં લોકો આવા વિશ્વાતઘાતનો ભોગ બની શકે છે. ઓનલાઈનની લ્હાયમાં ક્યારેક આવી એપ્લિકેશન દ્વારા તમારા ખીચા ખખેરવા નો વ્યાપાર તો નથી તે પણ જોવું જોઈએ. નહી તો તમે પણ આવી ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બની શકો છો.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે