મોડાસાની યુવતીને SC-ST મંચ દ્વારા 8.12 લાખ રૂપિયાની સહાયની જાહેરાત
Trending Photos
* મોડાસાની યુવતીના મોતનો મામલો
* સરકાર દ્વારા યુવતીના પરિવારને અપાઈ સહાય
* ૪.૧૨ લાખ રૂપિયાની સહાય ઓનલાઇન ચૂકવાઈ
* અનુસૂચિત અત્યાચાર નિવારણ ધારા હેઠળ સહાય
* ચાર્જશીટ દાખલ થયા બાદ વધુ ૪ લાખ રૂપિયા ચૂકવાશે
* ગત પાંચ તારીખે ઝાડ પર લટકતી મળી હતી યુવતીની લાશ
સમીર બલોચ/મોડાસા: સાયરાની યુવતીના મોત મામલે એસસી એસટી કમીશન દ્વારા યુવતીના પરિવારજનોની આજે મુલાકાત લેવાઈ હતી. કમીશન દ્વારા યુવતીના પરિવારજનોને અનુસુચિત અત્યાચાર નિવારણ ધારા હેઠળ ૪.૧૨ લાખની ઓન લાઈન સહાય ચૂકવાઈ હતી. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા અમરાપુર ગામની યુવતીનો સાયરા ગામની સીમમાંથી એક જાડ ઉપરથી ગત ૫ જાન્યુઆરીએ લટકતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો.
આ ઘટના અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ સામે યુવતીના અપહરણ, સામુહિક દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોધવામાં આવ્યો છે. ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ યુવતીના મોતને આજે પાંચ દિવસ વીતવા છતાં પણ પોલીસ દ્વારા પોસ્ટ મોર્ટમ રીપોર્ટ અંગે ખુલાશો કરાયો નથી. જેના કારણે યુવતીના મોત મામલે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. ત્યારે આ ઘટના બાદ પોસ્ટમોર્ટમ વખતે હાજર પંચે જણાવ્યું હતું કે, યુવતીના શરીરે નખ માર્યાના નિશાન જોવા મળ્યા હતા.
યુવતીના મોત મામલે આજે એસસી એસટી કમિશનના ડાયરેક્ટરે યુવતીના ઘરે જઈ પરિવારની મુલાકાત લીધી હતી. બનાવ મામલે રીપોર્ટ બનાવવા મામલે માહિતી લીધી હતી. અનુસુચિત અત્યાચાર નિવારણ ધારા હેઠળ ૪.૧૨ લાખની ઓન લાઈન સહાય ચૂકવાઈ હતી. જ્યારે સમગ્ર મામલે ચાર્જશીટ દાખલ થયા બાદ વધુ ૪ લાખ રૂપિયાની સહાય ચૂકવાશે. તેઓએ જણાવ્યું હતું કે આ મામલે જે કોઈ અધિકારી દોષિત જણાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે