દિવ્યાંગ દંપતીનો અનોખો સેવાયજ્ઞ : પોતે તો આત્મનિર્ભર બન્યા, પરંતું અનેક દિવ્યાંગોને રોજગારી આપી મોટું કામ કર્યું
Social Service : હિંમતનગર તાલુકાના બળવંતપુરા કંપાના દિવ્યાંગ દંપતિએ દિવ્યાંગોની મદદ કરવાનો એક અનોખો સેવાયજ્ઞ થકી દિવ્યાંગજનોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ થઈ રહ્યું છે.અને ૧૦૦૦ હજાર દીવ્યાંગોને પગભર કરવાની શરૂઆત કરી છે
Trending Photos
Divyang Couple શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : સાબરકાંઠાના હિંમતનગરમાં એક દંપતીએ દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાનું બીડું ઝડપ્યું છે. બળવંતપુરા કંપાના દિવ્યાંગ જગદીશભાઈ અને ચેતનાબેને અન્ય દિવ્યાંગોને પગભર કરવા અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. આ દંપતીએ 40 લાખના ખર્ચે ગુરુ શક્તિ ડિટર્જન્ટ દિવ્યાંગ ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી હતી. જેમાં સાબુ બનાવવાના યુનિટ સહિતના મશીન લાવી 12 જેટલી વસ્તુઓનું પ્રોડક્શન કરે છે. જેનાથી તેઓ મહિને 6 લાખની વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. એટલું જ નહીં પણ આ પ્લાન્ટથી અન્ય લોકોને પણ રોજગારી મળી રહી છે. હાલમાં 150થી વધુ દિવ્યાંગો 7 જિલ્લામાં આ વસ્તુઓનું વેચાણ કરી મહિને 10થી 15 હજાર રૂપિયાની આવક મેળવી રહ્યા છે. આ દંપતીના પ્લાન્ટમાં સાબુ, પાવડર, વોશિંગ મશીન પાવડર, લિક્વિડ, ડિશવોશ, ટાઈલ્સ ક્લીનર, ફ્લોરિંગ ક્લીનર સહિતની વસ્તુઓ બનાવે છે. જેનું દિવ્યાંગો અને વિધવા બહેનો વેચાણ કરી આત્મનિર્ભર બની છે. ત્યારે જગદીશભાઈ અને ચેતનાબેને આગામી બે વર્ષમાં 1 હજારથી વધુ દિવ્યાંગોને પગભર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
સાબરકાંઠાના હિમતનગરના બળવંતપુરા કંપાના ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યા બાદ ૪૨ વર્ષિય જગદીશભાઈ અને તેમના પત્ની ચેતનાબેન બંને દિવ્યાંગ છે. તો દિવ્યાંગ પણ બિચારા બાપડા નથી શારીરિક અક્ષમતા કરતા માનસિક કમજોરી વ્યક્તિને વધુ પાંગળો બનાવે છે. ત્યારે શારીરિક અશક્ત જરૂર છીએ, પરંતુ માનસિક નહીં. જેને લઈને જગદીશભાઈની પત્ની પહેલા બહારથી હોલસેલમાં સાબુ ખરીદતા અને વેચતા જેમાં ઓછો નફો મળતો હતો. જેથી દંપતી કાંઇ કરવા માટે વિચાર્યું અને પરીવારની મદદથી રૂ ૪૦ લાખના ખર્ચે ગુરુ શક્તિ ડિટર્જન્ટ દિવ્યાંગ ગૃહ ઉધોગની સ્થાપના કરી સાબુ બનાવવાનું યુનિટ બનાવી સાબુ સહિત ૧૨ વસ્તુઓનું પ્રોડક્શન કરી વેચાણ કરી રહ્યા છે. મહીને રૂ ૬ લાખનું દિવ્યાંગોની મદદથી વેચાણ કરે છે. આ કામમાં ૭ જેટલા અન્ય લોકોને રોજગારી મળી રહી છે. તો હાલમાં ૧૫૦ થી વધુ દીવ્યાંગો તેમનો માલ સાત જીલ્લામાં વેચાણ કરી રહ્યા છે અને મહિને ૧૦ થી ૧૫ હજારની કમાણી કરીને પગભર થયા છે. તો જગદીશભાઈ અને ચેતનાબેનને બે સંતાનો છે એક દીકરી અને એક દીકરો બંને સંપૂર્ણ સ્વસ્થ છે. જેથી તેઓ પણ તેમના કામમાં મદદરૂપ બને છે ક્યારેક ગાડીમાં સામાન ચડાવવા માટે કોઈની મદદની જરૂર હોય ત્યારે તેમના સંતાનો અને પરિવાર તેમની મદદે આવે છે. તેમને ક્યારેય દિવ્યાંગ હોવાનો અનુભવ થવા દેતા નથી. તેમના પરિવારની મદદ થકી દિવ્યાંગતા ભુલાવી ચૂક્યા છે.
આ પણ વાંચો :
જગદીશભાઈ અને તેમની પત્ની નો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગોને પગભર કરવાના હોઇ આ વસ્તુઓના વેચાણ માટે દિવ્યાંગોને જ પસંદ કર્યા છે. હાલમાં તેઓ ૧૫૦ જેટલા દિવ્યાંગોને પોતાનો માલ હોલસેલ વેચે છે. જેથી તેઓ આગળ આ માલનું વેચાણ કરી નફો મેળવી રોજગારી કમાઈ શકે. સાથે તેઓ ૨૦ જેટલી વિધવા બહેનોને પણ વેચાણ માટે પોતાનો માલ આપે છે. તેમની બનાવેલી વસ્તુઓ જેવી કે સાબુ, પાવડર, વોશિંગ મશીન પાવડર, લિક્વિડ, ડિશવોશ, ટાઈલ્સ ક્લીનર, ફ્લોરિંગ ક્લીનર બનાવે છે. તેઓ દિવ્યાંગજન થકી જ તેમના માલનું વેચાણ કરે છે. દિવ્યાંગ ભાઈ-બહેનને ઘરે જ ઇકોવાન થકી માલસામાન પહોંચાડી વેચાણમાં મદદ કરે છે. જગદીશભાઈના પત્ની ચેતનાબેન બે વર્ષ માં ૧૦૦૦ જેટલા દિવ્યાંગોને રોજગારી આપી પગભર કરવાનું નક્કી કર્યું છે. સાથે જે દિવ્યાંગ વાહન ચલાવવા સક્ષમ છે અને લાવી નથી શકતા તેવા દીવ્યાંગોને ઇકો વાન આપવાનું નક્કી કર્યું છે.
હાલમાં બે ઇકો વાન આપી છે અને ૧૧ જેટલી વાન આપવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. આ વાન થકી દિવ્યાંગ માલ સામાન વેચી અને રોજગારી મેળવી શકે છે. જગદીશભાઇ દ્વારા ઉત્પાદિત સામાનનું વેચાણ કરતા દિવ્યાંગ ચંદ્રિકાબેન જગદીશભાઇ સાથે પરિચય થયો અને તેમના નવા જીવનની શરૂઆત થઈ હતી. અને પોતે પોતાના ગામમાં મંડળીમાં કોમ્પુટર ઓપરેટરની નોકરી કરે છે અને શનિવાર અને રવિવાર આજુબાજુના ગામમાં પોતાના પાસેના વાહનને લઈને વેચાણ કરે છે અને મહીને ૧૫ હજારની કમાણી કરી લે છે. તો તેઓ માલ નોધાવે છે ત્યારે તેમના ઘરે માલ આવી જાય છે અને વેચીને તેની રકમ જગદીશભાઈને આપે છે.
આ દિવ્યાંગ દંપતીએ દિવ્યાંગજનોની બનાવેલી સાંકળ થકી સાત જીલ્લા સુધી ઉત્પાદન પહોચાડી ને પગભર કરી રહ્યા છે અને સમાજમાં દિવ્યાંગતાની દિવ્યતા પ્રસરાવવા પોતાનાથી બનતા પ્રયત્નો હાથ ધર્યા છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે