'ભાર વિનાનું ભણતર'નો પોકળ દાવો! વજનદાર બેગથી 12 ટકા બાળકોને કરોડરજ્જૂની સમસ્યા

ગુજરાત સરકારના 'ભાર વિનાનું ભણતર'ના દાવા અને વાસ્તવિક્તામાં જમીન-આસમાનનું અંતર છે. ગુજરાતમાં સરેરાશ ૧૨ ટકા બાળકો વજનદાર બેગને કારણે કરોડરજ્જૂની સમસ્યાનો શિકાર બનતા  હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૨૦માં કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પોલિસીમાં એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે બાળકોની સ્કૂલ બેગનું વજન તેમના શરીરના વજન કરતાં ૧૦ ટકા જ હોવું જોઇએ.

'ભાર વિનાનું ભણતર'નો પોકળ દાવો! વજનદાર બેગથી 12 ટકા બાળકોને કરોડરજ્જૂની સમસ્યા

ઝી બ્યૂરો, અમદાવાદઃ સરકારની યોજનાઓ ઝૂમલાઓથી ઓછી હોતી નથી. સરકારની ભાર વિનાના ભણતરની યોજના એ માત્ર પોકળ સાબિત થઈ છે. સ્કૂલ બહાર શિક્ષણ વિભાગના અધિકારીઓ વિઝિટ કરે તો ખબર પડશે કે નાના બાળકો અડધા વાંકા વળીને ચાલતા હોય છે કારણ કે બેગમાં એટલું વજન હોય છે કે બાળકો ઉંચકી શકતા નથી અને સ્કૂલો બધી ટેક્સબુકો ફરજિયાત મગાવે છે. આમ જેટલા લેક્ચર એટલી બુકો... ધોરણ 1થી 3માં અભ્યાસ કરતા બાળકોની સ્થિતિ ન હોવા છતાં બાળકો વજનદાર બેગ ઉંચકીને સ્કૂલોમાં પહોંચે છે. આ વજનદાર બેગો ઉંચકવાથી અનેક બાળકો સ્કોલિયોસિસની સમસ્યાનો ભોગ બને છે

ગુજરાત સરકારના 'ભાર વિનાનું ભણતર'ના દાવા અને વાસ્તવિક્તામાં જમીન-આસમાનનું અંતર છે. ગુજરાતમાં સરેરાશ ૧૨ ટકા બાળકો વજનદાર બેગને કારણે કરોડરજ્જૂની સમસ્યાનો શિકાર બનતા  હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૨૦માં કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પોલિસીમાં એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે બાળકોની સ્કૂલ બેગનું વજન તેમના શરીરના વજન કરતાં ૧૦ ટકા જ હોવું જોઇએ. જોકે, આ પ્રસ્તાવ માત્ર કાગળ પર  જ રહ્યો છે અને સ્કૂલ બેગનું વજન કેટલું હોવું જોઇએ તેના અંગે કોઇ ચોક્કસ માર્ગદર્શિકા ઘડાઇ નથી. જેને પગલે સરકાર આ મામલે કોઈ કાર્યવાહી ન કરતાં આજે પણ બાળકો વજનદાર સ્કૂલ બેગો ઉઠાવીને સ્કૂલમાં જાય છે. જેના કારણે બેગના વજનથી અડધા વાંકા વળી જાય છે.

તમારું બાળક પણ વજનદાર બેગ ઉંચકીને સ્કૂલમાં જતું હોય તો સાવધાની રાખજો નહીં તો આ સમસ્યાનો ભોગ બની શકે છે. ડોક્ટરોના મતે વજનદાર સ્કૂલ બેગ ઉંચકવાથી લાંબા ગાળે બાળકોની કરોડરજ્જૂ પર અસર પડે છે. ગુજરાતમાં સ્કૂલે જતા બાળકોમાં અંદાજે ૧૨ ટકા બાળકોને કરોડરજ્જૂની સ્કોલિયોસિસની સમસ્યાનો ભોગ બને છે. સ્કોલિયોસિસમાં બાળકની કરોડરજ્જૂનો ભાગ સાધારણ વળી જાય છે. અપ્રમાણસર ખભા, અપ્રમાણસર કમર, કેડના સાંધાનો ભાગ ઉપર-નીચે જેવા તેના લક્ષણો છે. બાળકમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે કે પીઠના દુખાવાની અવારનવાર ફરિયાદ કરે તો તાકીદે ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે. ડોક્ટરોના મતે વજનદાર સ્કૂલ બેગ ઉપરાંત કસરત-બહાર રમવાનું ઓછું પ્રમાણ પણ બાળકોમાં કરોડરજ્જૂની સમસ્યા સર્જાઇ શકે છે. આમ સરકારના વાયદાઓ તો પોકળ સાબિત થયા છે પણ તમે આ મામલે સાવચેતી નહીં રાખો તો તમારું બાળક પણ આ સમસ્યાનો ભોગ બનશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news