જામનગરમાં ઋતુજન્ય રોગચાળો બન્યો બેકાબુ, હોસ્પિટલો મોટી સંખ્યામાં દર્દીઓથી ઊભરાઈ
જામનગરમાં ઋતુજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસ અને જુદી જુદી ઋતુજન્ય બીમારીને લઇને જી.જી.હોસ્પિટલ ખુબ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા દર્દીઓથી ઊભરાઈ રહી છે
Trending Photos
મુસ્તાક દલ/ જામનગર: જામનગરમાં ઋતુજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસ અને જુદી જુદી ઋતુજન્ય બીમારીને લઇને જી.જી.હોસ્પિટલ ખુબ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા દર્દીઓથી ઊભરાઈ રહી છે, ક્યાંકને ક્યાંક આરોગ્ય વિભાગ ઋતુજન્ય રોગચાળો ડામવામાં નિષ્ફળ સાબિત થતું જોવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી અને જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ખાતે હાલ હોસ્પીટલ હાઉસફુલ હોય તે પ્રકારનો માહોલ દિવસેને દિવસે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઋતુજન્ય બીમારી અને વરસાદી વાતાવરણના પગલે અલગ-અલગ બીમારીઓ બેકાબૂ બની છે, ત્યારે જીજી હોસ્પિટલ ખાતે શરદી તાવ ઉધરસ અને વાયરલ બીમારી તેમજ મેલેરિયા અને ડેન્ગ્યુ સહિતની બીમારીના દરરોજ સાડા 450 થી 500 જેટલા દર્દીઓ ઓપીડી માટે આવી રહ્યા છે.
40 થી 50 જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. તો સાથે સાથે 250 થી 300 જેટલા બાળકોની પણ ઋતુજન્ય રોગચાળાને લઈને ઓપીડી કરવામાં આવી રહી છે. જેમાં સરેરાશ 50 થી 60 જેટલા બાળકોને દરરોજ દાખલ કરવામાં આવી રહ્યા છે. એક રીતે કહી શકાય કે ઋતુજન્ય બીમારીને લઇને જામનગરની જી.જી હોસપીટલ પણ દર્દીઓથી ઉભરાતી નજરે પડી રહી છે અને આવા સમયે આરોગ્ય વિભાગ ઋતુજન્ય રોગચાળો વધતો અટકાવવામાં નિષ્ફળ સાબિત થતું જોવા મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે