મહા સાયક્લોન updates : સુરતના મેળામાંથી મોટી રાઈડ્સ ઉતારી લેવાઈ, દીવમાં સ્થળાંતર શરૂ
મહા વાવાઝોડા (maha cyclone) નું સંકટ ભલે ટળી ગયું હોય, પરંતુ વરસાદી આફત અને પવનનું સંકટ તો માથે છે જ. વાવાઝોડું સૌરાષ્ટ્ર (Saurastra) ના કાંઠા પર ટકરાવાનું નથી, પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવામાં દરિયા કાંઠાના અનેક વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને સલામત સ્થળો પર પહોંચાડવામાં આવી રહ્યાં છે.
Trending Photos
અમદાવાદ :મહા વાવાઝોડા (maha cyclone) નું સંકટ ભલે ટળી ગયું હોય, પરંતુ વરસાદી આફત અને પવનનું સંકટ તો માથે છે જ. વાવાઝોડું સૌરાષ્ટ્ર (Saurastra) ના કાંઠા પર ટકરાવાનું નથી, પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવામાં દરિયા કાંઠાના અનેક વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને સલામત સ્થળો પર પહોંચાડવામાં આવી રહ્યાં છે.
મોરબી દરિયો વિસ્તાર ખાલી કરાવાયો
મોરબી જિલ્લામાં મહા વાવાઝોડાની અસરને લઇને આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યું છે. દરીયાપટ્ટીના વિસ્તારમાંથી સગર્ભા મહિલાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અગમચેતીના ભાગરૂપે 45 જેટલી સગર્ભા મહિલાઓને સલામત સ્થળે ખસેડવામાં આવી છે. મહિલાઓને ડિલિવરી સમયે હેરાનગતિ ન થાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર લઈ જવાઈ છે.
દીવમાં સ્થળાંતર કરાવાયું
દીવના વણાકબારામાં નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કરાયું છે. જલારામ સોસાયટી, ગોમતી સોસાયટી સહિતના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાઈ રહ્યાં છે. તમામ લોકોને માધ્યમિક શાળામાં બનાવેલ શેલ્ટર હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરાવાઈ છે. તો બીજી તરફ દીવના બ્લુ ફ્લેગ બીચ, ઘોઘલા અને દીવના નાગવા બીચને બંધ કરવામાં આવ્યા છે.
સુરતમાં મોટી રાઈડ્સ હટાવવાના આદેશ અપાયા
સુરતમાં મહા વાવાઝોડાને પગલે મનપા દ્વારા મેળા સંચાલકોને મેળાની મોટી રાઈડો ઉતારી લેવાના આદેશ કરાયા છે. સાવચેતી રૂપે મોટા ચકડોળના બોગીઓને ઉતારી લેવાઈ છે. મેળાના પ્રવેશ દ્વારને મોટા દોરડાથી બાંધી દેવાયા છે. તો સાથે જ સ્ટોલના પતરા ફરી ડબલ દોરડાથી બાંધી દેવાયા છે. વાવાઝોડાને કારણે સ્થિતિ બગડે તો મેળો બંધ રાખવાની પણ તૈયારી રાખવામાં આવી છે.
એનડીઆરએફ સજ્જ
ગાંધીનગરમાં એનડીઆરએફ કમાન્ડર રણવિજય સિંહે જણાવ્યું કે, મહા વાવાઝોડાના આગમન પહેલા એનડીઆરએફ સજ્જ થઈ છે. તમામ ટીમોને પોતાના વિસ્તારમાં રેકી કરવા સૂચના અપાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો આજે સરવે કરશે. વધુ વરસાદ પડે અથવા પવનના કારણે કોઈ પણ જાતનું નુકશાન ન થાય તે માટે રેકી કરશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે