ગુજરાત સાથે શિંજો આબેનું ખાસ કનેક્શન, અમદાવાદથી બનારસ સુધી છોડી હતી એક અલગ જ છાપ

શિંજો આબેનો ભારત સાથે ખાસ સંબંધ રહ્યો છે. તે સૌથી વધુ ભારત આવનાર જાપાનના પહેલા પ્રધાનમંત્રી છે. પોતાના પહેલા કાર્યકાળમાં આબે 2006માં પહેલીવાર ભારત આવ્યા હતા. તે સમયે તેમણે ભારતમાં સંસદને સંબોધિત પણ કરી હતી.

ગુજરાત સાથે શિંજો આબેનું ખાસ કનેક્શન, અમદાવાદથી બનારસ સુધી છોડી હતી એક અલગ જ છાપ

નવી દિલ્હી: જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેનું નિધન થયું છે. તેમણે આજે સવારે બે ગાળીઓ મારવામાં આવી હતી. તેમના પર ગોળીઓ ત્યારે ચલાવવામાં આવી, જ્યારે તેઓ નારા શહેરમાં એક રસ્તા પર ભાષણ આપી રહ્યા હતા. શિંજો આબે સૌથી લાંબા સમય સુધી જાપાનના પ્રધાનમંત્રી રહ્યા છે. તે પહેલીવાર 2006થી 2007 સુધી પ્રધાનમંત્રી રહ્યા. સ્વાસ્થ્યના કારણોસર તેમણે રાજીનામું આપી દીધું હતું. બાદમાં 2012માં આબે ફરીથી પ્રધાનમંત્રી બન્યા અને ઓગસ્ટ 2020 સુધી આ પદ પર રહ્યા હતા. ઓગસ્ટ 2020માં તેમણે સ્વાસ્થ્યના કારણોસર તેમણે રાજીનામું આપી દીધું હતું. આબે એ ભલે પ્રધાનમંત્રીનું પદ છોડી દીધું હોય, પરંતુ તેઓ હજુ પણ સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં તેમનું વર્ચસ્વ હતું. 

ભારત અને ગુજરાત સાથે કેવો રહ્યો છે સંબંધ?
શિંજો આબેનો ભારત સાથે ખાસ સંબંધ રહ્યો છે. તે સૌથી વધુ ભારત આવનાર જાપાનના પહેલા પ્રધાનમંત્રી છે. પોતાના પહેલા કાર્યકાળમાં આબે 2006માં પહેલીવાર ભારત આવ્યા હતા. તે સમયે તેમણે ભારતમાં સંસદને સંબોધિત પણ કરી હતી. 2012માં ફરીથી પ્રધાનમંત્રી બન્યા બાદ આબે 2014માં ભારત આવ્યા હતા. તેઓ 26 જાન્યુઆરીની પરેડના મુખ્ય અતિથિ હતા. આબે જાપાનના પહેલા પ્રધાનમંત્રી છે, જે 26 જાન્યુઆરીની પરેડના મુખ્ય અતિથિ રહ્યા હતા. ત્યારબાદ આબે ડિસેમ્બર 2015 અને સપ્ટેમ્બર 2017માં પણ ભારત પ્રવાસ કર્યો.

ડિસેમ્બર 2015માં જ્યારે આબે ભારત પ્રવાસ પર આવ્યા હતા, ત્યારે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વારાણસી ગયા હતા. તે સમયે વારાણસી ઈન્ટરનેશનલ કો ઓપરેશન એન્ડ કન્વેંશનલ સેન્ટરની જાહેરાત કરી. આ પ્રોજેક્ટને જાપાનની મદદથી બનાવવામાં આવ્યો છે. તેમાં જાપાનને 186 કરોડ રૂપિયાની મદદ કરી હતી.

14 જુલાઈ 2021ના રોજ જ્યારે પીએમ મોદીએ વારાસણી કન્વેંશન સેન્ટરનું ઉદ્ધઘાટન કર્યું, ત્યારે તેમણે શિંજો આબેને ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી. તે સમયે પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ આયોજનમાં એક બીજા વ્યક્તિ છે, જેનું નામ હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. જાપાનના મારા મિત્ર-  શિજો આંબે. શિંજો આબે જ્યારે કાશી ગયા હતા, ત્યારે રૂદ્રાક્ષના આઈડિયા પર મારી તેમના સાથે ચર્ચા થઈ હતી.

ત્યારબાદ સપ્ટેમ્બર 2017માં જ્યારે શિંજો આબે ભારત આવ્યા ત્યારે પીએમ મોદીની સાથે અમદાવાદ આવ્યા હતા. તેમણે સાબરમતી આશ્રમમાં ફર્યા હતા. તે પ્રવાસમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. ભારતની પહેલી બુલેટ ટ્રેન જાપાનની મદદથી બની રહી છે. આ પ્રોજેક્ટ પર 1.08 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેમાંથી 88 હજાર કરોડ રૂપિયા જાપાન લગાવી રહ્યું છે.

જાપાનના વડાપ્રધાન અને તેમની પત્નીએ ગાંધીજીની ત્રણ વાંદરાવાળી પ્રતિમાને પણ જોઇ. જે અંગે પીએમ નરેન્દ્ર મોદીએ તેમને જાણકારી આપી હતી. અમદાવાદમાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમની પત્ની અકી આબેએ સાબરમતી આશ્રમની મુલાકાત પોથીમાં પોતાનો અનુભવ વર્ણાવ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ પાસે જાપાનના પીએમ શિન્ઝો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શંખેડાના સોફા પર બેઠા હતા અને રિવરફ્રન્ટનો નજારો માણ્યો હતો.

નોંધનીય છે કે, શિંજો આબેનો જન્મ 21 સપ્ટેમ્બર 1954ના રોજ થયો હતો. આબે એક મોટા રાજનૈતિક પરિવારમાંથી આવે છે. તેમના નાના નોબુસુકે કિશીએ બીજા વિશ્વયુદ્ધમાં સેવા કરી હતી. યુદ્ધ દરમિયાન જાપાની પ્રધાનમંત્રી હિદેકી ટોજોની સરકારમાં મંત્રી પણ રહ્યા હતા. યુદ્ધ પુરું થયા બાદ અમેરિકાએ વોર ક્રાઈમના દોષી માનતા કિશીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા. 1955માં કિશીએ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપનામાં મદદ કરીહતી. 1957થી 1960 સુધી કિશી જાપાનના પ્રધાનમંત્રી રહ્યા હતા.

તેઓ આબેના દાદા કાન આબે જમીનદાર હતા અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સાંસદ હતા, જ્યારે તેમના પિતા શિંતારો આબે 1958થી 1991 સુધી સાંસદ રહ્યા અને મંત્રી રહ્યા. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન શિંતારો પાયલોટ બનવા માંહતા હતા, પરંતુ તેમની ટ્રેનિંગ પુરી થયા પહેલા જ યુદ્ધ પુરું થઈ ગયું. આબેએ સેકેઈ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. બાદમાં 1977માં સેકેઈ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાઈન્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેઓ આગળના અભ્યાસ માટે અમેરિકા ગયા. અમેરિકાથી પાછા ફર્યા બાદ આબે એ એક કંપનીમાં કામ શરૂ કર્યું, પરંતુ બાદમાં નોકરી છોડીને રાજકારણમાં આવ્યા હતા.

તેઓ 1991માં પિતાના મોત બાદ 1993માં આબે પહેલી વાર સાંસદ તરીકે ચૂંટાયા. 26 સપ્ટેમ્બર 2006ના રોજ આબે પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા. તે સમયે તેમની ઉંમર 52 વર્ષ હતી. આબે ફુમિમારો કોનો પછી સૌથી યુવા વડાપ્રધાન હતા. જોકે, એક વર્ષ બાદ ખરાબ તબિયતના કારણે તેમણે રાજીનામું આપી દીધું. 2012માં જાપાનમાં રાજનૈતિક અસ્થિરતા પૈદા થઈ. ત્યારના પ્રધાનમંત્રી યોશિહિકો નોડાએ સંસદ ભંગ કરી દીધી અને ચૂંટણી કરાવી. આ ચૂંટણીમાં આબે મજબૂત રીતે આગળ આવ્યા હતા. આબેની પાર્ટીએ 480માંથી 294 સીટ જીતી. 26 ડિસેમ્બર 2012ના રોજ આબે બીજી વાર પ્રધાનમંત્રી બન્યા. ઓગસ્ટ 2020માં તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપી દીધું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news