મહેસાણામાં હચમચાવી નાંખે તેવી ઘટના; ફિયોન્સે નિર્વસ્ત્ર હાલતમાં યુવતીના વાળ કાપી કણસતી હાલતમાં ફેંકી દીધી

મહેસાણાના કડી નજીક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે, જેમાં 8 મહિના પૂર્વે સગાઈ કરેલા યુવકે જ યુવતી પર રેપ કરીને નિર્વસ્ત્ર હાલતમાં ફેંકી દેવાઈ છે. ગત રાત્રે યુવતીને નિર્વસ્ત્ર કરીને કેનાલ નજીક ફેંકી દેવાઈ હતી.

મહેસાણામાં હચમચાવી નાંખે તેવી ઘટના; ફિયોન્સે નિર્વસ્ત્ર હાલતમાં યુવતીના વાળ કાપી કણસતી હાલતમાં ફેંકી દીધી

તેજસ દવે/મહેસાણા: ગુજરાતમાં હવે મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે જાણે આરોપીઓને કાયદાનો સહેજ પણ ડર ન હોય તેમ બેફામ બની એક પછી એક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચ મહેસાણાની એક યુવતી દુષ્કર્મનો ભોગ બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં પીડિતાના ફિયાન્સએ જ યુવતી સાથે દુષ્કર્મ આચરીને નિર્વસ્ત્ર હાલતમાં કેનાલ નજીક ફેંકી દીધી હોવાનું સામે આવ્યું છે. 

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, મહેસાણાના કડી નજીક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે, જેમાં 8 મહિના પૂર્વે સગાઈ કરેલા યુવકે જ યુવતી પર રેપ કરીને નિર્વસ્ત્ર હાલતમાં ફેંકી દેવાઈ છે. ગત રાત્રે યુવતીને નિર્વસ્ત્ર કરીને કેનાલ નજીક ફેંકી દેવાઈ હતી, એટલું જ નહીં, યુવકે એટલી હદે યુવતી સાથે બર્બરતા આચરી કે તેણે નિર્વસ્ત્ર કરીને માથાના વાળ પણ કાપી નાખ્યા હતા.

નિર્વસ્ત્ર હાલતમાં યુવતીના વાળ કાપ્યા
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 8 મહિના પૂર્વે વિરમગામના યુવક સાથે કડીની યુવતીની સગાઈ થઈ હતી. ગત રાત્રે યુવક સ્કોર્પિયો કારમાં યુવતીને કડીથી વિરમગામ લઈને આવી રહ્યો હતો. પરંતુ ગાડીમાં કડી લઈ આવતા રસ્તામાં એવો કોઈ અણબનાવ બન્યો કે યુવક પર હવસનું ભૂત સવાર થઈ ગયું. બન્ને વચ્ચે અણબનાવ થતા યુવતીને દેત્રોજ રોડ પર રેપ કરેલી હાલતમાં ફેકી દીધી હતી. યુવકે યુવતીને નિર્વસ્ત્ર કરી વાળ કાપી કણસતી હાલતમાં ફેંકી દીધી હતી. કડી પોલીસે આરોપી યુવકની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. યુવતી હાલ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ સમગ્ર મામલો બહાર આવતાની સાથે જ પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા, અને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. હાલ આ ઘટનાને લઈને કડી પોલીસે આરોપી યુવકની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી બાજુ પીડિત યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news