સુંદર મેસેજ સાથે બહેનોએ સરહદ પરના ભાઈઓ માટે તૈયાર કરી રાખડી


દર વર્ષે ફાઉન્ડેશન દ્વારા ત્યાં જઈ રાખડી બાંધવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે રાખડી બાંધવા માટે સરહદ સુધી ન જઈ શકવાના કારણે અમદાવાદના પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચાડવામાં આવશે. 
 

સુંદર મેસેજ સાથે બહેનોએ સરહદ પરના ભાઈઓ માટે તૈયાર કરી રાખડી

આશ્કા જાની/અમદાવાદઃ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. દર વર્ષે રક્ષાબંધનના તહેવાર નિમિતે અમદાવાદમાંથી બહેનો એક એનજીઓ મારફતે સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધે છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસની પરિસ્થિતિ વચ્ચે એક એનજીઓ દ્વારા સરહદોને રાખડી મોકલવાની તૈયારીઓ કરવામાં આવી છે. 

દર વર્ષે ફાઉન્ડેશન દ્વારા ત્યાં જઈ રાખડી બાંધવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે રાખડી બાંધવા માટે સરહદ સુધી ન જઈ શકવાના કારણે અમદાવાદના પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચાડવામાં આવશે. ત્યારબાદ પોલીસ ક્વાર્ટરથી રાખડી સરહદ પર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. 

હાથમાં વિવિધ પોસ્ટરો સાથે ગુજરાત યુનિવર્સિટીમાં ફરી ABVPનું વિરોધ પ્રદર્શન

સ્કૂલના બાળકીઓ પાસે જવાનોને બીરદાવવા માટે સંદેશ પણ લખાવવામાં આવ્યો છે. આ વર્ષે એલેક્ઝા ફાઉન્ડેશન દ્વારા ગલવાનના જવાનોને પણ રાખડી બાંધવામાં આવે તે માટેની પણ તૈયારીઓ શરુ કરી દીધી છે.

બહેનો પણ પોતાના સેનાના ભાઈઓને રાખડી સાથે એક સુંદર સંદેશો મોકલે છે. બહેનો કહે છે કે ભાઈ તારી હિંમતને સલામ છે, કારણ કે તમે સરહદ પર છો તો અમે અહીં સુરક્ષિત છીએ. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news