આયશાના પિતાની વ્યથા, કહ્યું- મારી દીકરીના હત્યારાને માફ નહીં કરું, તેણે આપઘાત માટે કરી મજબૂર
અમદાવાદ રિવરફ્રન્ટ (Ahmedabad Riverfront) પરથી આયેશાએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત (Suicide) કર્યો હતો. આયેશાએ (Ayesha) મોત પહેલા વીડિયો બનાવીને તેના પતિને મોકલ્યો હતો. જો કે આયેશાના આપઘાત (Ayesha Suicide) બાદથી તેનો પતિ આરીફ ફરાર છે
Trending Photos
અમદાવાદ: અમદાવાદ રિવરફ્રન્ટ (Ahmedabad Riverfront) પરથી આયેશાએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત (Suicide) કર્યો હતો. આયેશાએ (Ayesha) મોત પહેલા વીડિયો બનાવીને તેના પતિને મોકલ્યો હતો. જો કે આયેશાના આપઘાત (Ayesha Suicide) બાદથી તેનો પતિ આરીફ ફરાર છે. જાણવા મળી રહ્યુ છે કે, આરીફ રાજસ્થાનમાં એક લગ્ન પ્રસંગમાં ગયો હતો, ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો છે. જો કે આયેશાએ આપઘાત કરતા પહેલા ભલે તેના પતિને માફ કર્યો હોય, પરંતુ તેના પિતા આરીફને માફ કરવા તૈયાર નથી.
ત્યારે આપઘાત મામલે આયેશાના (Ayesha) પિતા લિયાકતઅલી મકરાણીએ (Liaquat Ali Makrani) જણાવ્યું હતું કે, મને કોઈ રૂમ ભરીને રૂપિયા આપે તો પણ હું મારી દીકરીના હત્યારાને માફ કરીશ નહીં. તેણે મારી દીકરીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હતી. તેની જિંદગી દોજખ બનાવી દીધી હતી. તે મારી દીકરીનો હત્યારો છે, તેને હું ક્યારેય માફ કરીશ નહીં. મારી દીકરીને દહેજ માટે ત્રાસ આપતા હતા. તેના સાસરિયાએ તેને સતત ત્રણ દિવસ સુધી ખાવાનું આપ્યું ન હતું.
તે ફોન કરીને અમને કહી ના શકે તે માટે તેઓએ તેનો ફોન પણ છીનવી લીધો હતો. આયેશાએ (Ayesha) કોઈના ફોન પરથી મને કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, મેં ત્રણ દિવસથી કંઈ ખાધું નથી, મને આ લોકો હેરાન કરે છે. તે સમયે આયેશાએ મને એમ પણ કહ્યું કે, પપ્પા હું એટલી હદે કંટાળી ગઈ છું કે, હું આત્મહત્યા કરી લઈશ. આ સાંભળીને હું હચમચી ગયો હતો.
આયેશાના (Ayesha) પિતાએ વધુમાં જણાવ્યું કે, હું ઝાલોર ગયો અને તેને લઇ અમદાવાદ આવી ગયો હતો. ગઈ 21 ઓગસ્ટે વટવામાં આયેશાએ તેના પતિ આરીફ ખાન, સાસુ- સસરા, નણંદ સામે ડોમેસ્ટિક વાયલન્સની ફરિયાદ પણ નોંધાવી હતી. હું ક્યારેય મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરનારને માફ કરીશ નહીં. મારે ન્યાય જોઈએ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે