નીતિન કાકાએ આમને ગણાવ્યા ધર્મના દાદા, ઉમેદવારનું જાહેરમાં નામ લેવામાં લાગ્યો ડર!
Loksabha Election 2024: નીતિન પટેલે ઉમેદવારનું નામ જાહેર કર્યા વિના મત આપવા માટે આહવાન કર્યું હતું. પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલ જે સૌ દાદા તરીકે ઓળખે છે તે ભૂપેન્દ્ર પટેલ ધર્મના દાદા છે, એ સૌને ગમે એવું કરે છે તેમ પણ જણાવ્યું હતું.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: મહેસાણામાં આજે 43 મી ભગવાન રામચંદ્રની રથયાત્રા નીકળી હતી મહેસાણા એક અને મહેસાણા બેમાં કુલ બે રથયાત્રા જુદા જુદા રાજમાર્ગો ઉપર આજે ફરી હતી. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ ભાજપને વોટ આપવા માટે હાકલ કરી હતી અને ખાસ એ વાત ઉપર મોહર મારી હતી કે જો ભાજપની સરકાર હશે તો અખંડ ભારતનું સપનું સાકાર થશે અને પાકિસ્તાનમાં પણ ભગવાન રામલલાની રથયાત્રા નીકળશે.
આ પ્રસંગે નીતિન પટેલે ઉમેદવારનું નામ જાહેર કર્યા વિના મત આપવા માટે આહવાન કર્યું હતું. પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલ જે સૌ દાદા તરીકે ઓળખે છે તે ભૂપેન્દ્ર પટેલ ધર્મના દાદા છે, એ સૌને ગમે એવું કરે છે તેમ પણ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 43મી રથયાત્રા નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત રાજકીય આગેવાનો સહિત સંતો મહંતો રથયાત્રામાં જોડાયા હતા અને મુખ્યમંત્રીના હસ્તે રથયાત્રા નું પ્રસ્થાન કરાવાયું હતું. આ રથયાત્રામાં પાંચ ગજરાજ 100 ટેકટર 21 ઘોડા, 5 હાથી ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ જુદા જુદા પાત્રો અને વેશભૂષા સહિતના ટેબલો જોડાયા હતા અને સાત કિલોમીટર લાંબી યાત્રામાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે