CA Result 2021 : દેશમાં ડંકો વગારના રાધિકા બેરીવાલાએ જણાવ્યુ આખરે કેવી રીતે ક્રેક કરી એક્ઝામ

CA ફાઈનલ અને ફાઉન્ડેશનનું પરિણામ ગઈકાલે જાહેર થઈ ગયું છે. ચાર્ટડ અકાઉન્ટન્ટમાં સુરતની રાધિકા બેરીવાલે દેશભરમાં નામ રોશન કર્યું છે. રાધિકા બેરીવાલ દેશભરમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. રાધિકાએ કહ્યું કે,  સખત મહેનત અને શિક્ષકોનું માર્ગદર્શન મળી રહેતા આ સિદ્ધિ હાંસલ કરી છે. સુરતની રાધિકા બેરીવાલે 800માંથી દેશમાં પ્રથમવાર નવા અભ્યાસક્રમમાં સૌથી વધુ 640 માર્ક પ્રાપ્ત કર્યા છે. જણાવી દઈએ કે, ઓલ ઇન્ડિયા લેવલે ન્યૂ કોર્સનું પરિણામ 15.31 ટકા છે. દેશમાં 28,988 વિદ્યાર્થીઓમાંથી 4437 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં અમદાવાદ ચેપટરનું ન્યૂ કોર્સનું પરિણામ 39.25 ટકા છે. ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનનું પરિણામ 30.28 ટકા આવ્યું. ઓલ ઈન્ડિયા ટોપ 50 માં ગુજરાતની વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. ટોપ-50 માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ સામેલ છે.
CA Result 2021 : દેશમાં ડંકો વગારના રાધિકા બેરીવાલાએ જણાવ્યુ આખરે કેવી રીતે ક્રેક કરી એક્ઝામ

ઝી મીડિયા/બ્યૂરો :CA ફાઈનલ અને ફાઉન્ડેશનનું પરિણામ ગઈકાલે જાહેર થઈ ગયું છે. ચાર્ટડ અકાઉન્ટન્ટમાં સુરતની રાધિકા બેરીવાલે દેશભરમાં નામ રોશન કર્યું છે. રાધિકા બેરીવાલ દેશભરમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. રાધિકાએ કહ્યું કે,  સખત મહેનત અને શિક્ષકોનું માર્ગદર્શન મળી રહેતા આ સિદ્ધિ હાંસલ કરી છે. સુરતની રાધિકા બેરીવાલે 800માંથી દેશમાં પ્રથમવાર નવા અભ્યાસક્રમમાં સૌથી વધુ 640 માર્ક પ્રાપ્ત કર્યા છે. જણાવી દઈએ કે, ઓલ ઇન્ડિયા લેવલે ન્યૂ કોર્સનું પરિણામ 15.31 ટકા છે. દેશમાં 28,988 વિદ્યાર્થીઓમાંથી 4437 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં અમદાવાદ ચેપટરનું ન્યૂ કોર્સનું પરિણામ 39.25 ટકા છે. ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનનું પરિણામ 30.28 ટકા આવ્યું. ઓલ ઈન્ડિયા ટોપ 50 માં ગુજરાતની વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. ટોપ-50 માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ સામેલ છે.

પ્રથમ ક્રમે આવનાર રાધિકાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, મારા માટે આ ખુશીનો સમય છે. મારા માતાપિતાને કારણે જ હુ પરીક્ષા ક્રેક કરી શકી છે. તેમના આર્શીવાદ જ મારા માટે મહત્વના હતા. મારા કરતા વધુ ઉત્સાહી છે. તેમનુ સપનુ આખરે પૂરુ થયુ છે. દરેક વિષયને એકસરખુ મહત્વ આપવુ છે. હાર્ડ જ મહત્વનો રોલ ભજવે છે. દરેક સ્ટુડન્ટે પોતાના પર ભરોસો રાખવો જોઈએ. 

ખાસ વાત તો એ છે કે, રાધિકાના ભાઈના લગ્નના સમયે તેનુ પરિણામ આવ્યુ હતું. જેથી પરિણામમાં ખુશીઓ બેવડાઈ ગઈ છે. પોતાના આગામી સપના વિશે તે કહે છે કે, હું ઓલ ઇન્ડિયામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં ફર્સ્ટ આવશે એવું ક્યારેય સપને પણ નહોતું વિચાર્યું. મારે આગળ આઈઆઈએમમાં જવુ છે. 

ઇન્સ્ટયુટ ઓફ ચાટર્ડ એકાઉન્ટસ ઑફ ઇન્ડિયા દ્વારા ગઈકાલે CA ફાઈનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. CA ફાઈનલનું પરિણામ જાહેર થતાં સુરતની રાધિકા બેરીવાલએ ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમે આવી છે. રાધિકા બેરીવાલએ આ પહેલા આઈ.પી.સી.સીની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં બીજો ક્રમ મેળવ્યો હતો. તેના શિક્ષકે રવિ છાવછરિયાએ કહ્યુ કે, રાધિકાના માર્કસ નવા કોર્સમાં સૌથી વધુ માર્કસ છે. રાધિકા બેરીવાલએ ગત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.કારણકે દરેક સબ્જેક્ટમાં વાઇસ પર્ફોમન્સ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news