Surat:રમતા-રમતા ભેદી સંજોગોમાં બાળકી થઇ ગુમ, નિસંતાન મહિલાએ પ્રેમી સાથે મળી રચ્યું હતું કાવતરું
સુરત (Surat) શહેરના ભટાર (Bhatar) આઝાદનગર વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની અઢી વર્ષની માસુમ બાળકી ગત બપોરે રમતા-રમતા ભેદી સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી.
Trending Photos
સુરત: સુરત (Surat) ના ભટાર વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની અઢી વર્ષની બાળકી રમતા-રમતા ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા પોલીસ (Police) દોડતી થઇ ગઇ હતી. જો કે દસેક કલાકની જહેમત બાદ બાળકીને હેમખેમ મુક્ત કરાવી માસુમનું અપહરણ (Kidnap) કરનાર નિસંતાન મહિલાની પોલીસે ધરપકડ કરી છે. મહિલાને સંતાન ન હોવાથી આ બાળકીનું અપહરણ કરી પ્રેમી સાથે ભાગી જવાની ફિરાકમાં હતી.
સુરત (Surat) શહેરના ભટાર (Bhatar) આઝાદનગર વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની અઢી વર્ષની માસુમ બાળકી ગત બપોરે રમતા-રમતા ભેદી સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. પિતા બપોરે જમવા આવ્યા ત્યારે પુત્રી નજરે નહીં પડતા શોધખોળ કરી હતી અને સાંજે ચાર વાગ્યાના અરસામાં ખટોદરા (Khatodara) પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને અલગ-અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી.
સ્થાનિક વિસ્તાર ઉપરાંત સીસીટીવી ફૂટેજ (CCTV Footage) ના ચેકીંગ અંતર્ગત બાળકીને પડોશમાં રહેતી સંગીતા ભૈયાલાલ ગુપ્તાની હિલચાલ શંકાસ્પદ જણાય હતી. ઉપરાંત સ્થાનિક લોકોની પુછપરછમાં પણ બાળકી સંગીતા સાથે જોવા મળી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે (Police) સંગીતાની પુછપરછ કરતા માસુમ બાળકીનું તેણે તેના પ્રેમી સાથે મળી અપહરણ કર્યાની કબૂલાત કરી હતી.
પોતે નિસંતાન હોવાથી માસૂમ બાળકીનું અપહરણ (Kidnaping) કર્યુ હતું અને ત્રણ-ચાર દિવસ પ્રેમીના ઘરે રાખ્યા બાદ તેઓ અજ્ઞાત સ્થળે રહેવા ચાલ્યા જવાના હોવાનું પ્લાનીંગ કર્યાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે સંગીતા અને તેના પ્રેમી ની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે