જો જો તમારા સંતાનોને સાચવજો, બોર્ડ પરીક્ષાના એક દિવસ પહેલા ધોરણ-12ની વિદ્યાર્થીનીનો આપઘાત

Girl student suicide before board exam : બોર્ડની પરીક્ષાના એક દિવસ પહેલા પરિવારના ઠપકાથી માઠું લાગતા વિદ્યાર્થીનીએ મોત વ્હાલુ કર્યું

જો જો તમારા સંતાનોને સાચવજો, બોર્ડ પરીક્ષાના એક દિવસ પહેલા ધોરણ-12ની વિદ્યાર્થીનીનો આપઘાત

Borad Exam 2023 : જેમ જેમ પરીક્ષા નજીક આવે છે તેમ તેમ વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર પેસી જાય છે. આવામાં નબળા મનના વિદ્યાર્થીઓ ન કરવાનું કરી બેસે છે. હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. તેમાં સુરતની એક વિદ્યાર્થીનીએ બોર્ડની પરીક્ષાના એક દિવસ પહેલા આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. પરીક્ષાને લઇ પરિવારે વિદ્યાર્થીનીને ઠપકો આપતા વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું છે. ત્યારે દરેક વાલીઓ માટે આ કિસ્સો ચેતવણીરૂપ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સચીન વિસ્તારમાં આવેલ ડુંગરી ફળિયાના એક પરિવારની 17 વર્ષીય દીકરી ધોરણ -12 આર્ટસમાં ભણે છે. તેણે ગત રોજ ઘરના રસોડામાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. 17 માર્ચે તેનું બોર્ડનું પ્રથમ પેપર હતું. પરંતુ તે પહેલા જ તેણે આપઘાત કરી લેતા પરિવાર પર આભ તટી પડ્યું હતું. 

પરિવારે આપ્યો હતો ઠપકો
બન્યું એમ હતું કે, સચીન વિસ્તારના મોસમ હાઈસ્કૂલમાં ભણતી વિદ્યાર્થીની એક યુવક સાથે વાત કરી હતી. યુવક યોગ્ય ન હોવાથી પરિવારે તેને વાત ન કરવા ઠપકો આપ્યો હતો. તેમજ પરીક્ષા પર ધ્યાન આપવા જણાવ્યુ હતું. જેથી વિદ્યાર્થીને માઠુ લાગતા તેણે મોત વ્હાલુ કર્યું હતું. તેણે સુસાઇડ નોટમાં પણ લખ્યું હતું કે, મને છોકરા સાથે વાત કરવાની ના પાડી દીધી એટલે હું આપઘાત કરું છું.

ગરીબ પરિવારમાં માતમ
મૃતક સગીરાના પિતા 13 વર્ષ પહેલાં અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. સગીરાના માતા શીલાબેન અને નાની અન્યના ઘરે ઘરકામ કરવા જતા હતા. સગીરાના આપઘાતથી પરિવારજનો શોકમાં ગરક થઈ ગયાં હતાં. પોલીસે વિદ્યાર્થિનીની સુસાઇડ નોટ કબ્જે કરી છે. સગીરા ભણવામાં બહુ જ હોશિયાર હતી, પરિવારે અપેક્ષા હતી કે તે ભણવામાં આગળ જશે, પરંતુ તે પહેલા જ તેણે આપઘાત કરી લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news