લોકો 10 જગ્યાએ પુછવા જાય છે ગાડીનો ભાવ, પણ આ શહેરના રહીશો નંબર પાછળ ખર્ચે છે કરોડો
લકી નંબર અથવા તો ફેશન માટે મેળવાતા ખાસ નંબરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પૈકી વર્ષ 2021માં 99.36 લાખ, વર્ષ 2022માં 13 કરોડ અને ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 14 કરોડ મળી કુલ રૂપિયા 36.11 કરોડની આવક સુરતની આરટીઓ કચેરી મારફતે રાજ્યની તિજોરીને રળી આપ્યા છે..
Trending Photos
ઝી બ્યુરો/સુરત: નાણાં ખર્ચ કરવામાં અવ્વલ સુરતી લાલાઓએ છેલ્લાં 3 વર્ષમાં પોતાના વાહનના ખાસ પસંદગીના નંબર મેળવવા માટે 36 કરોડથી વધુની રકમનો ખર્ચ કર્યો છે.
લકી નંબર અથવા તો ફેશન માટે મેળવાતા ખાસ નંબરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પૈકી વર્ષ 2021માં 99.36 લાખ, વર્ષ 2022માં 13 કરોડ અને ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 14 કરોડ મળી કુલ રૂપિયા 36.11 કરોડની આવક સુરતની આરટીઓ કચેરી મારફતે રાજ્યની તિજોરીને રળી આપ્યા છે. આ માટે સ્પેશિયલ ચોઈસ નંબરની કુલ સંખ્યા 99 છે. જેમાં 25 ગોલ્ડન અને 74 સિલ્વર નંબરમાં છે. ગોલ્ડનમાં ફોર વ્હીલ માટે મીનીમમ પ્રાઈઝ રૂ.40,000 અને ટુ વ્હીલ માટે રૂ. 8000 છે. આ નંબરનું ઓનલાઈન ઓક્શનમાં બિડિંગ થાય છે.
જેમાં સૌથી વધુ બોલી બોલનારને નંબર ફાળવાય છે. હાલમાં 1234 નંબર માટે એક સુરતીલાલાએ એક લાખ સુધીની બોલી લગાવી હતી. સિલ્વર નંબરનો ભાવ ફોર વ્હીલ માટે રૂ. 15000 અને ટુ વ્હીલ માટે 3500નો દર નિર્ધારિત કરાયો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન હરાજીમાં ભાગ લઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે