જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મનો આરોપ કરનાર પીડિતાએ પૂર્વ પતિના આરોપ ફગાવ્યા, કહ્યું- મને ન્યાય જોઈએ
સુરતની એક યુવતી દ્વારા જયંતિ ભાનુશાળી પર બળાત્કારના આરોપ પર દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. આજે પીડિતાનો પૂર્વ પતિ પણ મીડિયા સમક્ષ આવ્યો હતો અને તેણે પીડિતા પર અનેક આરોપ લગાવ્યા છે.
Trending Photos
સુરતઃ ભાજપના પૂર્વ નેતા જયંતિ ભાનુશાળી પર થયેલા બળાત્કારના કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. સુરતની યુવતીએ આરોપ લગાવ્યા બાદ ગઈકાલે નડિયાદની એક મહિલાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. તો આજે સુરતની પીડિતા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પીડિતાએ મીડિયાને જણાવ્યું કે, મારા પૂર્વ પતિએ લગાવેલા તમામ આરોપો ખોટા છે. મારી સાથે રેપ કરનાર ભાનુશાળી ખુલ્લેઆમ ફરી રહ્યો છે. મેં ફરિયાદ કરી છે છત્તા મને ન્યાય મળ્યો નથી.
પીડિતાએ કહ્યું કે, મારા પર મારા પૂર્વ પતિએ કરેલા તમામ આરોપો ખોટા છે. હું જ્યારે ફરિયાદ નોંધાવવા ગઈ ત્યારે મારી સાથે કોંગ્રેસની એક મહિલા હતી. હવે મારી સાથે કોઈ નથી. પોલીસ ભાનુશાળીને બચાવવાનો પ્રયત્ન કરે છે. મેં ફરિયાદ કરી છે છતા ભાનુશાળી ખુલ્લેઆમ ફરી રહ્યા છે.
પીડિતાએ કહ્યું કે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો કોર્ષ કરવા માટે મને એક મહિલાએ ભાનુશાળીનો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ ભાનુશાળી સાથે મારી અનેક વખત મુલાકાત થઈ હતી. આ દરમિયાન ભાનુશાળીએ અનેક વખત મારૂ યૌન શોષણ કર્યું છે.
પૂર્વ પતિના આરોપો ખોટા
આ મામલે આજે સવારે આ પીડિતાનો પૂર્વ પતિ સામે આવ્યો હતો. તેણે મીડિયાને જણાવ્યું કે, આ મહિલાનો આ ધંધો છે. તેને તેણે પૈસા માટે મારી સાથે લગ્ન કર્યા હતા. તેનો પરિવાર પણ આમ જ કરે છે. તેના પપ્પા પણ ચોરીના આરોપમાં જેલ જઈ આવ્યા છે. ત્યારે પીડિતાએ મીડિયાને જણાવ્યું કે, મારા પૂર્વ પતિના તમામ આરોપો ખોટા છે. અમે બંન્નેએ મંજૂરીથી છૂટાછેડા લીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે