હવે કોરોનાના નવા ઘાતક વેરિયન્ટના ટેસ્ટ માટે પૂણે સુધી લંબાવવું નહિ પડે, સુરતમાં ઉભી થઈ લેબોરેટરી
Trending Photos
- કોરોનામાં અલગ અલગ વેરિયન્ટ જોવા મળતા ટેસ્ટીંગ માટે તેને અત્યાર સુધી પૂણેની લેબમાં મોકલાતું હતુ
- પૂણેની લેબોરેટરીમાંથી રિપોર્ટ આવવામાં 15 થી 20 દિવસનો સમય નીકળી જતો હતો
- રાજ્ય સરકારની મંજૂરી બાદ હવે genome sequence મશીન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના લેબ ખાતે મૂકાયું
ચેતન પટેલ/સુરત :હાલમાં કોરોનાની બીજી લહેરના કેસોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. પરંતુ બીજી લહેરમાં કોરોનાના વેરિયેન્ટ વધી ગયા છે. જે માનવજીવ માટે બહુ જ ઘાતક સાબિત થઈ શકે છે. આ વેરિયન્ટ વિશે સમયસર માહિતી મળવી બહુ જ જરૂરી છે, તો જ યોગ્ય સમયે સારવાર લઈ શકે છે. કોરોનામાં અલગ અલગ વેરિયન્ટ જોવા મળતા ટેસ્ટીંગ (corona test) માટે તેને અત્યાર સુધી પૂણેની લેબમાં મોકલવામાં આવતું હતુ. જો કે હવે આ સુવિધા સુરત (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. ખાતેની લેબમાં ઉભી કરવામાં આવી છે. આ લેબના કારણે માત્ર 7 દિવસમાં જ વેરિયન્ટનો રિપોર્ટ મળી જશે. આ મશીન દક્ષિણ ગુજરાતના લોકો માટે આશીર્વાદ સમુ બની ગયું છે.
આ પણ વાંચો : હરિપ્રસાદ સ્વામીના નિધન પર PM મોદીએ પાઠવ્યો શોક સંદેશ, તેમને સમર્પણના જીવંત ઉદાહરણ ગણાવ્યા
હાલમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે, ત્યારે તેમાં અલગ-અલગ વેરિઅન્ટ પણ જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને અત્યાર સુધી વેરિયન્ટની તપાસ કરવા માટે સેમ્પલને પૂણે ખાતે આવેલી લેબમાં મોકલવામાં આવતું હતું. જોકે લેબમાંથી રિપોર્ટ આવતા આવતા 15 થી 20 દિવસ સુધીનો સમયગાળો નીકળી જતો હતો. જેને કારણે આરોગ્ય વિભાગની ટીમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.
જો કે રાજ્ય સરકારની મંજૂરી બાદ હવે genome sequence મશીન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના લેબ ખાતે મૂકવામાં આવ્યું છે. આ લેબને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી પણ આપી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં માત્ર બે જ લેબ હાલ કાર્યરત છે, જે પૈકી એક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઉભી કરવામાં આવી છે. ખાસ કરીને આ મશીનમાં એકસાથે 96 સેમ્પલ મૂકી શકાય છે અને 7 દિવસમાં તમામ પ્રક્રિયા થકી કોરોનાનો કયો વેરિયન્ટ છે તે જાણી શકાય છે.
આ ટેસ્ટીંગ 3 ચરણમાંથી પસાર કરવામાં આવે છે. આ લેબ હાલ દક્ષિણ ગુજરાતના લોકો માટે આશીર્વાદ સમી બની ગઈ છે. આ કીટની કિંમત પણ લાખો રૂપિયાની હોય છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે