સુરતીઓ ચલાવશે બેટરી અને ગિયરવાળી ઈમ્પોર્ટન્ટ સાયકલ; જાણો શું છે કિંમત

ટ્રાફિક અને પ્રદુષણ અંગે ગંભીરતાથી વિચારી સુરત મહાનગર પાલિકા દ્વારા થોડા મહિના અગાઉ પબ્લિક સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ મંજુરીની મહોર મારવામાં આવી હતી. શહેરના કોટવિસ્તાર અને ગૌરવપથ પર મેમ્બરશિપ કાર્ડથી રૂ. 50 હજારની જીપીએસ લાગેલી સાઇકલ લઈને લોકો એક સ્થળે થી બીજે સ્થળે જઈ શકશે. સરકારની અમૃત મીશન હેઠળ 8.70 કરોડ ની ગ્રાંટ પાલિકાને આપવામાં આવી છે. આઈડેન્ટીટી ધરાવનારા લોકોનું પહેલા રજીસ્ટર કરી મેમ્બર બનાવાશે. કુલ 40 સ્પોટ પરથી આધુનિક બાઈસિકલ મુસાફરી માટે મળશે.
 

સુરતીઓ ચલાવશે બેટરી અને ગિયરવાળી ઈમ્પોર્ટન્ટ સાયકલ; જાણો શું છે કિંમત

તેજશ મોદી/સુરત: ટ્રાફિક અને પ્રદુષણ અંગે ગંભીરતાથી વિચારી સુરત મહાનગર પાલિકા દ્વારા થોડા મહિના અગાઉ પબ્લિક સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ મંજુરીની મહોર મારવામાં આવી હતી. શહેરના કોટવિસ્તાર અને ગૌરવપથ પર મેમ્બરશિપ કાર્ડથી રૂ. 50 હજારની જીપીએસ લાગેલી સાઇકલ લઈને લોકો એક સ્થળે થી બીજે સ્થળે જઈ શકશે. સરકારની અમૃત મીશન હેઠળ 8.70 કરોડ ની ગ્રાંટ પાલિકાને આપવામાં આવી છે. આઈડેન્ટીટી ધરાવનારા લોકોનું પહેલા રજીસ્ટર કરી મેમ્બર બનાવાશે. કુલ 40 સ્પોટ પરથી આધુનિક બાઈસિકલ મુસાફરી માટે મળશે.

વિદેશમાં અનેક એવા દેશો છે જ્યાં ટ્રાન્સપોટેશન માટે સાઈકલનો ઉપયોગ થાય છે. સાઈકલ સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મળે તેવી સુવિધા કરી આપવામાં આવે છે. ત્યારે  સુરત શહેરમાં ટ્રાફિકનું ભારણ દરરોજ વધતું રહે છે. જેને પગલે પ્રદુષણની માત્ર પણ વધી રહી છે. ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટની સાથે સાથે અન્ય ઉપાયો પણ અમલમાં મુકવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત મહાનગરપાલિકાએ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સાયકલ શેરિંગ પ્રોજેક્ટ અમલમાં મુકવાની તૈયારી કરી લીધી છે. 

કેન્દ્ર સરકાર તરફ થી રૂ. 8.70 કરોડની ગ્રાન્ટ સાઈકલ શેરિંગ પ્રોજેક્ટ માટે આપવામાં આવી છે. જેને સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ મંજુરી પણ આપી દીધી હતી. પાલિકા દ્વારા પ્રથમ ફેઇઝમાં ચાર સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં સાઈકલ શેરિંગ પ્રોજેક્ટ અમલ બનશે, જેના માટે 1160 સાઈકલ ખરીદવામાં આવશે. સમગ્ર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સાઈકલ શેરિંગ પ્રોજેક્ટ માટે 40 સાઈકલ સ્ટેશન બનાવવામાં આવશે, જેમાં 16 સ્મોલ, 11 મીડીયમ અને 13 લાર્જ સ્ટેશન હશે. 1160 સાઈકલો પૈકી 105 સાઈકલો રીઝર્વ રાખવામાં આવશે. કેટલીક સાઇકલો બેટરીવાળી હશે તો કેટલીક બેટરી વગરની સાઇકલો હશે, તમામ સાઇકલો ગિયરવાળી રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટના પ્રથમ ચરણ માટેની 40 આધુનિક બેટરીવાળી સાઈકલ સુરત પહોંચી ચુકી છે.

SRT-by.jpg

મહાનગર પાલિકાના સાઈકલ શેરિંગ પ્રોજેક્ટમાં સેન્ટ્રલ ઝોનના નાનપુરા, સગરામપુરા, સલાબતપુરા, બેગમપુરા, હરીપુરા, મહિધરપુરા, સૈયદપુરા, ગોપીપુરા, વાડીફળિયા, સોનીફળિયા, નાનાવટ અને શાહપોર વિસ્તારને આવરી લેવામાં આવશે. 1160 સાઈકલ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું. સાઈકલના પાર્ટ્સ જર્મની, બ્રિટન અને તાઇવાન જેવા દેશો માથી આવ્યા છે. બેટરીથી સંચાલિત સાયકલમાં  ઓટોમેટીક  લોક સિસ્ટમ  રાખવામાં આવી છે  જે  સેટેલાઈટ થી લોક અને અનલૉક કરવામાં આવશે. સાઈકલમાં જીપીએસ સીસ્ટમ પણ લગાવવામાં આવી રહી છે, જેથી સાઈકલ કયા રૂટ પર જઈ રહી છે, અનેક કેટલો  સમય ચાલી તે જાણી શકાય છે.

એપેરલ પાર્કથી કાલુપુર સુધીનું અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ ખોદવાનું કામ પૂર્ણ

પબ્લિક બાઈસીકલ શેરિંગ સીસ્ટમમાં સાઈકલના ઉપયોગ માટે અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં વાર્ષિક 1000 રૂપિયા, 30 દિવસના 300 રૂપિયા અને 24 કલાકના 100 રૂપિયા ભરી મેમ્બરશિપ કાર્ડ મેળવી શકાશે. વાર્ષિક અને માસિક મેમ્બરશીપ ધરાવનાર કાર્ડ ધારકને શરૂઆતની 45 મિનીટ માટે સાઈકલ ચાલવા બદલ કોઈ ચાર્જ નહીં આપવો પડે, આજ રીતે એક દિવસની મેમ્બરશિપ લેનાર કાર્ડ ધારકને શરૂઆતની 30 મિનીટ ફ્રી આપવામાં આવશે. ફ્રી સમય બાદ 5 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવામાં આવશે.

સુરત મહાનગર પાલિકાના પબ્લિક બાઈસિકલ શેરિંગ પ્રોજેક્ટનો લાભ થોડા દિવસોમા શરુ થઇ જશે. મહત્વની વાત એ છે કે આ આખો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની ગ્રાન્ટની મદદથી અમલમાં આવશે જેથી સુરત મનપાને કોઈ પણ આર્થિક બોજો સહન કરવો નહીં પડે. 

હાલ માત્ર સેન્ટ્રલ ઝોનમાં જ આ પ્રોજેક્ટ અમલી બનશે, અને જો તેમાં સફળતા મળશે તો અન્ય ઝોનમાં પણ પ્રોજેક્ટ શરુ કરવામાં આવશે. સાઈકલ શેરિંગ પ્રોજેક્ટથી જ્યાં એક તરફ પ્રદુષણની માત્ર ઓછી થશે, ત્યાં બીજી બાજી ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે, તો સાઈકલ ચલાવવાથી લોકોના સ્વાસ્થને પણ ફાયદો થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news