સુરતમાં બેફામ બન્યા ગુંડા તત્વો! અંદરો અંદરની બબાલમાં લાકડાના ફટકા ઝીંકી યુવકને ઉતાર્યો મોતને ઘાટ
સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત રહેતો જોવા મળી રહ્યો છે. રાંદેરના તાડવાડી વિસ્તારમાં જમવા બાબતે બોલાચાલી થતા મૃતક દંડો લઇને ત્યાં આવ્યો હતો, આ દંડો લઈ આરોપીઓએ તેના જ માથા પર માર મારી હત્યા કરી નાખી હતી.
Trending Photos
ચેતન પટેલ/સુરત: રાજ્યમાં હત્યાનો સિલસિલો યથાવત રહેતો જોવા મળી રહ્યો છે. રાંદેરના તાડવાડી વિસ્તારમાં વેલકમ ટાવર પાસે એક ઈસમની હત્યા કરી દેવામાં આવી હતી. લાકડાના ફટકા માથા પર ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા અંગે જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 હત્યારાઓની ધરપકડ કરી તેઓને જેલ ભેગા કર્યા હતા. જમવા બાબતે બોલાચાલી થતા મૃતક દંડો લઇને ત્યાં આવ્યો હતો, આ દંડો લઈ આરોપીઓએ તેના જ માથા પર માર મારી હત્યા કરી નાખી હતી.
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા તાડ વાળી નજીક રહેતા ભુરિયો નટ નામનો ઇસમ મજૂરી કામ કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવતો હતો. દરમિયાન સોમવારે રાત્રીના 10:00 વાગ્યાના અરસામાં ભુરિયાની તેના મિત્રો સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી બાદમાં મિત્રો દ્વારા ભટુ પર લાકડાના ફટકા વડે માર મારવામાં આવ્યો હતો આ ઘટના બાદ ભુરિયો લોહી લુહાણ હાલતમાં ધરી પડ્યો હતો.
બાદમાં તેના મિત્રો ત્યાંથી ભાગી છુટ્યા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ થતા જ રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોહી લુહાણ બનેલા ભુરિયાને સારવાર થઈ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ભુરિયાનું મોતનું મોત નિપજતા પોલીસે અજાણ્યા 3 વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોર હાથ ધરી હતી. રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ હત્યારાને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાના નામ કિશનસિંહ રાવત, રઘુનાથસિંહ કાલુસિંગ અને અરવિંદ નટની જણાવ્યું હતું.
પોલીસ પૂછપરછ માં તેઓએ કબુલાત કરી હતી કે તેઓ ત્રણ જમવા બેઠા હતા ત્યારે મૃતક ત્યાં આવી પહોંચ્યો હતો અને પોતાને જમવા શા માટે નહીં બોલાવ્યો તેવુ કહી તેમની સાથે ઝઘડો કરી ગાળા ગાળ કરવા લાગ્યો હતો. જેથી ગુસ્સામાં આવી જઈ મૃતકને લાકડાનો ફટકો મારતા તેનું મોત નીપજ્યું હોવાનું કબૂલાત કરી હતી. હાલ પોલીસે આ સમગ્ર બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે