હારેલા ઉમેદવારો વાવમાં હુકમનો એક્કો સાબિત થશે! ભાજપ કોંગ્રેસે અમસ્તા જ આમના પર દાવ નથી લગાવ્યો

Vav Assembly By Election 2024 : વાવમાં ઠાકોર VS રાજપૂત જંગ રમાશે. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા તો ભાજપે ગેનીબેન સામે હારેલા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી

હારેલા ઉમેદવારો વાવમાં હુકમનો એક્કો સાબિત થશે! ભાજપ કોંગ્રેસે અમસ્તા જ આમના પર દાવ નથી લગાવ્યો

Gulabsinh Rajput Vs Swarupji Thakor બનાસકાંઠા : વાવ પેટાચૂંટણીમાં આખરે ભાજપ અને કોંગ્રેસના મુરતિયા ફાઈનલ થઈ ગયા છે. છેલ્લી ઘડીએ બંને પાર્ટીએ અસમંજસ વચ્ચે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી, તો ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા. જોકે, અહી નોંધનીય બાબત એ છે કે, ગુજરાતની આ વટવાળી ગણાતી બેઠક પર ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીએ હારેલા ઉમેદવારો પર દાવ લગાવ્યો છે. 

ગુલાબસિંહ અને સ્વરૂપજી બંને હાર્યા હતા 
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની વાત કરીએ તો, તેઓ વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી શંકર ચૌધરી સામે હાર્યા હતા. તો વર્ષ 2022 ની જ ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે હાર્યા હતા. તો હવે વાત એમ છે કે ભાજપ અને કોંગ્રેસે કેમ હારેલા ઉમેદવારો પર દાવ લગાવ્યો. 

સ્વરૂપજી પર કેમ દાવ લગાવ્યો
સ્વરૂપજી ઠાકોર ગત વિધાનાસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે 15 હજાર મતોથી હાર્યા હતા. પરંતું વાવના મતદારોના સમીકરણ પર વાત કરીએ તો અહીં ઠાકોર મતદારો વધુ છે. તેથી ઠાકોર વોટબેંક મેળવવા માટે સ્વરૂપજી ઠાકોર હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. બીજી તરફ, કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ તો આપી છે, પરંતું અહી ક્ષત્રિય વોટબેંક ઓછી છે. ભાજપે ઠાકોર મતદારોને ફોકસમાં રાખીને સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. બીજી તરફ ગુલાબસિંહ રાજપૂતની વાત કરીએ તો, તેઓ હેમાજી રાજપૂતના પરિવારના છે, જેમનો વાવમાં દબદબો રહી ચૂક્યો છે. 

કોણ છે સ્વરૂપજી ઠાકોર

  • 2022માં ભાજપે વાવ બેઠક પર સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી
  • સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પર ચૂંટણી લડ્યા
  • સ્વરૂપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યાં હતાં
  • સ્વરૂપજી ઠાકોર 2022માં 15 હજાર મતથી હારી ગયા હતા
  • ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે
  • સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી 
  • 2019માં બનાસકાંઠા બેઠક પર અપક્ષ ચૂંટણી લડી

કેમ થઈ રહી છે વાવમાં ચૂંટણી, આ છે કારણ
બનાસકાંઠાની વાવ વિધાનસભા ઉપર 2022માં ચૂંટાઈને આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર 2024ની લોકસભાની ચૂંટણી લડી બનાસકાંઠાના સંસદ બનતાં વાવ વિધાનસભાની સીટ ખાલી થતાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે. 13 નવેમ્બરે વાવ વિધાનસભા બેઠક પર મતદાન થશે અને 23 નવેમ્બરે તેનું પરિણામ આવશે. બનાસકાંઠા જિલ્લાની હાઈ પ્રોફાઈલ બેઠક એટલે વાવ વિધાનસભા વાવ વિધાનસભા કોંગ્રેસનો ગઢ ગણાય છે. 2017 માં વર્તમાન સાંસદ ગેનીબેન ઠાકોરે હાલના વિધાનસભાના અધ્યક્ષ અને ગુજરાતના ભાજપના મોટા નેતા શંકર ચૌધરીને હાર આપી હતી, તે પછી ગેનીબેન ઠાકોરે 2022ની વિધાનસભામાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને હાર આપી હતી. તે બાદ 2024 ની લોકસભા ચૂંટણીમાં ગેનીબેન સાંસદ બનતા આ બેઠક ખાલી પડેલી હતી. 

કોણ છે ગુલાબસિંહ રાજપૂત?

  • બનાસકાંઠાના સુઈગામના અસારવાના વતની છે ગુલાબસિંહ
  • પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે ગુલાબસિંહ
  • થરાદથી ધારાસભ્ય રહી ચુક્યા છે ગુલાબસિંહ
  • યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચુક્યા છે ગુલાબસિંહ
  • 2022માં થરાદથી શંકર ચૌધરી સામે થઈ હતી હાર 

વાવમાં કોણ કોણ ક્યારે જીત્યું 
1998 થી 2022 સુધીમાં મોટેભાગે આ બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે 1998 માં પ્રથમવાર કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત જીત્યા હતા. ત્યારબાદ 2002માં પણ હેમાજી રાજપુત જીત્યા હતા. જોકે 2007માં ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી હતી. જેમાં પરબત પટેલનો વિજય થયો હતો. તેના બાદ 2012માં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો અને 2017માં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ભાજપના શંકર ચૌધરીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા તે બાદ 2022માં ગેનીબેન ઠાકોર ફરીથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને હરાવીને ધારાસભ્ય બન્યા. જેથી વાવ વિધાનસભા ઉપર સતત 10 વર્ષથી કોંગ્રેસનો કબજો યથાવત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news