ચિત્રોડી નદીમાં આભ ફાટ્યું, ગામ આખુ બેટમાં ફેરવાયું પરંતુ તંત્ર સમગ્ર ઘટનાથી સંપુર્ણ અજાણ
Trending Photos
સુરેન્દ્રનગર : હળવદથી 18 કિલોમીટર દુર આવેલા ચિત્રોડી ગામે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે ભારે વરસાદ તુટી પડતા પળવારમાં ગામમાં પાણીની સ્થિતિ સર્જાઇ હતી. એક તરફ ફલકું નદી અને એક તરફ બ્રહ્માણી નદી વચ્ચે ગામ ટાપુમાં ફેરવાઇ જતા સાંજે પરત ફરી રહેલા બે માલધારીના ઘેટા-બકરા પણ તણાઇ ગયા હતા. જો કે સરકારી તંત્ર હજુ પણ આ બાબતથી અજાણ હોવાનું સામે આવ્યું છે.
હળવદ તાલુકા મથકેથી 18 કિલોમીટર દુર બ્રાહ્મણી નદી અને ફલકુ નદી કિનારે વસેલા ચિત્રોડી ગામે મોડી સાંજથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. વરસાદ એક તબક્કે તો જાણે આભ ફાટ્યું હોય તેમ વરસવા લાગ્યો હતો. જેના કારણે બંન્ને નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. જેના કારણે એક ભરવાડના 25થી 30 જેટલા ઘેટા પાણીના પ્રવાહમાં તણાયા હતા. જો કે માનવ સાંકળ રચીને ઘેટા બચાવી લેવાયા હતા.
જો કે આશ્ચર્યજનક બાબત છે કે, હળવદ મામલતદારનો ચાર્જ માળિયા મામલતદાર પાસે હોવાથી આ ઘટનાક્રમથી તેઓ અજાણ હોવાનું અને સરપંચ દ્વારા કોઇ જાણકારી આપવામાં ન આવી હોવાનું કહ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી પણ રજા પર હોઇ આભ ફાટવાની ઘટના બની હોવા છતા તંત્ર ઉંઘતુ ઝડપાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે