વિકાસની કેડી પર આગળ દોડી રહ્યું છે નવસારી! બીલીમોરા શહેરને ત્રણ મોટી ભેટ
શહેરના દક્ષિણ વિસ્તારમાં દેસરા નજીકની રેલ્વે ફાટક નં. 107 ઉપર નવનિર્મિત રેલ્વે ઓવર બ્રીજ અને જલારામ મંદિર સામે બીલીમોરા પાલિકાના નવીન પાર્ટી પ્લોટનું ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ તથા નાણા મંત્રી કનું દેસાઈના હસ્તે લોકાર્પણ તેમજ શહેરના 364 EWS આવાસનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: નવસારીના બીલીમોરા શહેરને આજે ત્રણ મોટી ભેટ મળી છે. શહેરના દક્ષિણ વિસ્તારમાં દેસરા નજીકની રેલ્વે ફાટક નં. 107 ઉપર નવનિર્મિત રેલ્વે ઓવર બ્રીજ અને જલારામ મંદિર સામે બીલીમોરા પાલિકાના નવીન પાર્ટી પ્લોટનું ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ તથા નાણા મંત્રી કનું દેસાઈના હસ્તે લોકાર્પણ તેમજ શહેરના 364 EWS આવાસનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.
નવસારીનું બીલીમોરા શહેર પણ વિકાસની કેડી પર આગળ દોડી રહ્યું છે. જેમાં DFCC પ્રોજેક્ટ અંતર્ગત શહેરના દેસરા નજીકની ફાટક નં. 107 ઉપર 40 કરોડ રૂપિયાને ખર્ચે હાલમાં જ બનીને તૈયાર થયેલા રેલ્વે ઓવર બ્રીજને રાજ્યના નાણામંત્રી કનું દેસાઈ અને નવસારીના સાંસદ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે લોકાર્પિત કરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દેસરા ઓવર બ્રીજ બનતા જ બીલીમોરાના પશ્ચિમ તરફના ગામડાઓ અને વલસાડ જિલ્લાના પણ કેટલાક ગામડાઓના લોકોને ટ્રાફિક સમસ્યાથી મોટી રાહત મળશે.
સાથે જ બીલીમોરાના પૂર્વ વિસ્તાર સાથે નેશનલ હાઈવે તેમજ નવસારી તરફ જવા માટેનો સમય પણ ઘટશે. જેની સાથે જ જલારામ મંદિર સામે દોઢ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત બીલીમોરા પાલિકા સંચાલિત પાર્ટી પ્લોટનું લોકાર્પણ તેમજ શહેરમાં 33.49 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા EWS ટાઈપ 2 પ્રકારના 364 આવાસોનું ભૂમિ પૂજન પણ નાણા મંત્રી તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખના હસ્તે કરવામાં આવ્યુ હતું. જેની સાથે જ ખરેરા નદી ઉપર 9 કરોડના ખર્ચે નિર્માણ પામનારા પીપલગભાણથી રૂમલાને જોડનારા મેજર બ્રીજનું પણ ઈ-ભૂમિ પૂજન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે સાંસદ સી. આર. પાટીલે કોંગ્રેસનું નામ લીધા વિના આવાસ માટે વર્ષ 2017 માં કોંગ્રેસે ફોર્મ વેચ્યા હતા. પણ પછી એ ફોર્મ કચરામાં અટવાતા જોવા મળ્યા હતા. જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ઘરનું ઘર આપવાનો વાયદો પુરો કર્યો છે. જેની સાથે જ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગના યુવાનોને રોજગારી મળી રહે એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે નવસારીમાં PM મિત્ર પાર્ક પ્રધાનમંત્રીએ આપ્યો છે અને આગામી જાન્યુઆરીમાં તેનું પણ ભૂમિ પૂજન થશે એવી આશા વ્યક્ત કરી હતી.
જેની સાથે જ દક્ષિણ ગુજરાતને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ મળતા વિકાસના નવા દ્વાર ખુલ્યા હોવાની વાત સાથે નવા ઉદ્યોગો તેમજ રોકાણ પણ વધશેનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે