એકની પાછળ એક એમ પાંચ ખટારાઓ ઘુસી જતા ભીષણ અકસ્માત, ડ્રાઇવર જીવતો ભુંજાઇ ગયો

જિલ્લાના ધ્રાંગધ્રા-હરીપર રોડ પર આજે શનિવારે વહેલી સવારે જ ગમખ્વાર અને વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં કેમિકલ ભરેલુ ટેન્કર અને લોડર ગાડી એકબીજા સાથે અથડાઇ હતી. જેમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આ આગમાં ટેન્કરનો ડ્રાઇવર જીવતો ભૂંજાઇ ગયો હતો. ટેન્કર અને લોડર એકબીજા સાથે અથડાયા બાદ પાછળથી આવી રહેલી અન્ય ત્રણ લોડર એકની પાછળ એક ઘુસી ગયા હતા. આગ સંપૂર્ણ ઓલવાયા બાદ અન્ય વાહનોમાં કોઇ છે કે કેટલા લોકો ઘાયલ થયા અને મૃત્યુ પામ્યા તે અંગેની માહિતી આગ શાંત થયા બાદ જ ખબર પડશે. હાલ તો સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને હળવદનો ફાયર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે છે. 
એકની પાછળ એક એમ પાંચ ખટારાઓ ઘુસી જતા ભીષણ અકસ્માત, ડ્રાઇવર જીવતો ભુંજાઇ ગયો

સુરેન્દ્રનગર : જિલ્લાના ધ્રાંગધ્રા-હરીપર રોડ પર આજે શનિવારે વહેલી સવારે જ ગમખ્વાર અને વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં કેમિકલ ભરેલુ ટેન્કર અને લોડર ગાડી એકબીજા સાથે અથડાઇ હતી. જેમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આ આગમાં ટેન્કરનો ડ્રાઇવર જીવતો ભૂંજાઇ ગયો હતો. ટેન્કર અને લોડર એકબીજા સાથે અથડાયા બાદ પાછળથી આવી રહેલી અન્ય ત્રણ લોડર એકની પાછળ એક ઘુસી ગયા હતા. આગ સંપૂર્ણ ઓલવાયા બાદ અન્ય વાહનોમાં કોઇ છે કે કેટલા લોકો ઘાયલ થયા અને મૃત્યુ પામ્યા તે અંગેની માહિતી આગ શાંત થયા બાદ જ ખબર પડશે. હાલ તો સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને હળવદનો ફાયર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે છે. 

હાલ ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, વિરમગામ અને હળવદ સહિતના આસપાસના ગામોમાંથી તત્કાલ અશરે ફાયરબ્રિગેડને માહિતી આપી તેમને બોલાવાયા છે. પોલીસ તંત્રનો કાફલો હાલ ધ્રાંગધ્રા હરીપર રોડ પર પહોંચી ચુક્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર હાઇવે પર અચાનક જ ટેન્કર અને લોડર ગાડી સામસામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. ટેન્કરનો ડ્રાઇવર ભોળારામ નામનો વ્યક્તિ જીવતો ભુંજાઇ ગયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ છે. 

અકસ્માત બાદ ટેન્કર અને લોડર બંન્ને જ ઘટના સ્થળે બનીને ખાખ થઇ ગયા હતા. પોલીસ તંત્ર આ ડ્રાઇવરના પરિવારને ઘટના અંગે માહિતી આપી હતી. ગાંધીધામથી કેમિકલ ભરી અને અમદાવાદ તરફ આ ટેન્કર જઇ રહ્યું હતું. ત્યારે હાઇવે પર એક જ માલિકના ત્રણ ટેન્કર એક સાથે પસાર થઇ રહ્યા હતા. આ દુર્ઘટના સર્જાઇ હોવાનું પોલીસ દ્વારા અનુમાન સેવવામાં આવી રહ્યું છે. હાલ તો અકસ્માત બાદ હાઇવે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા ટ્રાફીક ક્લિયર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news