E-WAY બિલ ચેકિંગ માટે નિકળેલી IT ની ટીમને મળી આવ્યો દારૂનો મોટો જથ્થો

શહેર નજીક આવેલા બગવાડા ટોલનાકા પર આજે  ભીલાડ ની આવકવેરા વિભાગની ટીમ તપાસમાં હતી. ટીમ દ્વારા હાઇવે પરથી પસાર થતાં માલ વાહતુક વાહનોને રોકી તેમાં  માલ સામાનની થયેલી હેરાફેરીના e-way બિલની તપાસ થઇ રહી હતી. એ વખતે જ આવકવેરા વિભાગે મુંબઈ તરફથી આવી રહેલી વી ટ્રાન્સ કંપનીના એક કન્ટેનરને અટકાવ્યું હતું. તેમાં ભરેલા સામાન અંગના બિલ અંગે આવકવેરા વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. કન્ટેનર ચાલક ટીમને તેની પાસે રહેલા જરૂરી કાગળો અને બિલ આપી ત્યાં ઊભો હતો. 

E-WAY બિલ ચેકિંગ માટે નિકળેલી IT ની ટીમને મળી આવ્યો દારૂનો મોટો જથ્થો

વાપી: શહેર નજીક આવેલા બગવાડા ટોલનાકા પર આજે  ભીલાડ ની આવકવેરા વિભાગની ટીમ તપાસમાં હતી. ટીમ દ્વારા હાઇવે પરથી પસાર થતાં માલ વાહતુક વાહનોને રોકી તેમાં  માલ સામાનની થયેલી હેરાફેરીના e-way બિલની તપાસ થઇ રહી હતી. એ વખતે જ આવકવેરા વિભાગે મુંબઈ તરફથી આવી રહેલી વી ટ્રાન્સ કંપનીના એક કન્ટેનરને અટકાવ્યું હતું. તેમાં ભરેલા સામાન અંગના બિલ અંગે આવકવેરા વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. કન્ટેનર ચાલક ટીમને તેની પાસે રહેલા જરૂરી કાગળો અને બિલ આપી ત્યાં ઊભો હતો. 

જોકે ત્યાર બાદ મોકો મળતાં જ ટ્રક  ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પરંતુ આવકવેરા વિભાગે હાથ ધરેલી તપાસમાંથી મળેલા e way bill નકલી હોવાનું બહાર આવ્યું હતું. નકલી ewaybill ના કૌભાંડની આડમા ગેરકાયદેસર સામાનની હેરાફેરી થઈ રહી હતી. આમ પોલીસે કન્ટેનર રોકી અને નકલી e waybill કૌભાંડ ઝડપી પાડ્યું હતું. 

જોકે બગાસું ખાતા પતાસું ત્યારે ફળિયું જ્યારે આવકવેરા વિભાગની ટીમે રોકેલી કન્ટેનરમાં તપાસ કરતાં જે સામાન દેખાયો તે સામાન જોઈને ખુદ આવકવેરા વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી. કારણ કે  કન્ટેનરમાં ભરેલા સામાનના ewaybill માં દર્શાવવામાં આવેલી કોઈ વસ્તુ નહીં પરંતુ વિદેશી દારૂની મોટો જથ્થો ભરેલો હતો. જેથી આવકવેરા વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી. આથી તેઓએ પહેલા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. આથી પારડી  પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. પોલીસે પણ આ મામલે સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.કન્ટેનરમાં ૨૩ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થથો અને કન્ટેનર મળી ૩૩ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news