આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
Auto Expo 2025: 'ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025'માં દેશની પ્રથમ પ્રોટોટાઇપ એર ટેક્સી રજૂ કરવામાં આવી હતી. કેન્દ્રીય સ્ટીલ અને ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામીએ સરલા એવિએશન બૂથની મુલાકાત લીધી હતી અને ફ્લાઈંગ ટેક્સીના પ્રોટોટાઈપમાં ઊંડો રસ દાખવ્યો હતો અને તેને ઐતિહાસિક ગણાવ્યો હતો.
Trending Photos
Auto Expo 2025: 'ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025'માં દેશની પ્રથમ પ્રોટોટાઇપ એર ટેક્સી રજૂ કરવામાં આવી હતી. આ ટેક્સીને 'ઝીરો' નામ આપવામાં આવ્યું છે. આ લક્ષ્ય માટે પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ ફર્મ સોના SPEEDએ બેંગલુરુ સ્થિત સરલા એવિએશન સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા. સરલા એવિએશન ભારતનું અગ્રણી ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (eVTOL) એરક્રાફ્ટ વિકસાવે છે.
કેન્દ્રીય સ્ટીલ અને ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામીએ સરલા એવિએશન બૂથની મુલાકાત લીધી હતી અને ફ્લાઈંગ ટેક્સીના પ્રોટોટાઈપમાં ઊંડો રસ દાખવ્યો હતો અને તેને ઐતિહાસિક ગણાવ્યો હતો. સોના સ્પીડ મોટર્સ ઈસરોના ઘણા અવકાશ મિશનનો ભાગ રહી છે. આ કરાર સોના SPEEDને દેશમાં શહેરી હવાઈ ગતિશીલતામાં ક્રાંતિ લાવવાના મુખ્ય ભાગીદાર તરીકે સ્થાપિત કરે છે.
BIG NEWS from Sarla Aviation today!
Share this post, like, and comment, and win one of 3 slots for sitting inside the prototype!! This 'Golden Ticket' will be given to those three that help us sharing these great news the most!
Lets make history together! LETS GO BHARAT 🔥 🇮🇳 pic.twitter.com/jNfBT6bqxE
— Adrian Schmidt (@airda_323) January 13, 2025
સોના SPEEDના CEO ચોકો વાલીઅપ્પાએ જણાવ્યું કે, "આ ભાગીદારી એરોસ્પેસ ઇનોવેશનના હબ તરીકે સોના SPEEDના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું છે, અમારું લક્ષ્ય સાથે મળીને શહેરી પરિવહન માટે એક સ્વચ્છ, ઝડપી અને વધુ કાર્યક્ષમ ભવિષ્યને આકાર આપવાનું છે."
MOU હેઠળ સોના SPEED કર્ણાટકમાં તેની અત્યાધુનિક ફેસિલિટીનો ઉપયોગ સરલા એવિએશનના eVTOL એરક્રાફ્ટ માટે મોટર્સ અને લેન્ડિંગ ગિયર જેવા ક્રિટિકલ કમ્પોનેન્ટ્સને ડિઝાઇન અને ઉત્પાદન કરવા માટે કરશે.
સરલા એવિએશનના CEO રાકેશ ગાંવકરે જણાવ્યું કે, "એન્જિનિયરિંગમાં સોના SPEEDની વિશેષજ્ઞતા ઇલેક્ટ્રીક ફ્લાઇંગ ટેક્સીઓ માટેના અમારા વિઝનને સંપૂર્ણ રીતે પૂરક બનાવે છે. આ સહયોગ અત્યાધુનિક eVTOL ટેકનોલોજી સાથે અર્બન મોબિલિટીને પુનઃવ્યાખ્યાયિત કરવાના અમારા મિશનને મજબૂત બનાવે છે."
આ વિકાસ સસ્ટેનેબલ અર્બન એર મોબિલિટીમાં ભારતની વધતી જતી મહત્વાકાંક્ષાને પ્રકાશિત કરે છે અને ઈનોવેશનને આગળ વધવામાં તાલમેલને મહત્વને દર્શાવે છે. eVTOL એરક્રાફ્ટ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને સરલા એવિએશનનો લક્ષ્ય ઝડપી, સ્વચ્છ અને વધુ કાર્યક્ષમ પરિવહન ઉકેલો સાથે અર્બન મોબિલિટીને બદલવાનો છે. કંપની ટેસ્ટ ફ્લાઇટ્સ શરૂ કરવા અને વધારાના પ્રોટોટાઇપ વિકસાવવાની યોજના બનાવી રહી છે, જે 2028 સુધીમાં બજારમાં લોન્ચ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે